Gujarat
ચોમાસુ સત્રમાં પહેલા દિવસે વિપક્ષોના હંગામાથી સંસદ બપોર સુધી સ્થગિત
ચોમાસુ સત્રમાં પહેલા દિવસે વિપક્ષોના હંગામાથી સંસદ બપોર સુધી સ્થગિત
હેડિંગ
પૂરી પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ, શિક્ષણ મંત્રી કંઈ સમજી જ નથી શકતા: ‘નીટ’ મુદ્દે રાહુલના પ્રહારથી તડાફડી
મારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી, વિપક્ષોનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો પલટવાર
બરફવાળા
લોકસભામાં આજથી ચોમાસુ સત્રનો આરંભ થઈ ગયો છે. ત્યારે ધારણા મુજબ નીટ પેપર લીક મામલે વિપક્ષોએ સરકાર પર હુમલો કરતા જોરદાર હંગામો ખડો થઈ ગયો હતો. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ દેશની પૂરી પરીક્ષા સિસ્ટમને ફ્રોઢ કહી હતી, જેના જવાબમાં શિક્ષણમંત્રીએ પલટવાર કર્યો હતો કે, મારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી, વિપક્ષનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી બાજુ વિપક્ષોના હલ્લાબોલના કારણે સત્રની કાર્યવાહી બપોર સુધી સ્થગિત રાખવામાં આવી હતી. ચોમાસુ સત્રનો આરંભ થતા પહેલા દિવસે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીકને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે દેશની પૂરી પરીક્ષા સિસ્ટમને ફ્રોડ કહી હતી. રાહુલે કહ્યું હતું-શિક્ષણ મંત્રી સમજી શકતા કે શું થઈ રહ્યું છે. રાહુલ ગાંધીના આરોપો પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પલટવાર કરતા જણાવ્યું હતું કે, મારૂ શિક્ષણ અને સંસ્કાર અને જે સામાજિક જીવન છે, મારા રાજયના સૂબાની જનતા જનતાની સ્વીકૃતિ મળી છે, મારે કોઈનું સર્ટીફિકેટ આ સદનમાં નથી જોઈતું. માત્ર ચીસો પાડવાથી જૂઠ સાસું સાબિત નથી થઈ જતું. રાહુલે શિક્ષણ મંત્રી પર આરોપ લગાવતા કહ્યું હતું કે, હાલ દેશમાં જે થઈ રહ્યું છે, તેનાથી ચિંતિત છું. ભારતીય પરીક્ષા સિસ્ટમ ફ્રોડ છે. લાખો લોકોનું માનવું છે કે જો આપ અમીર છો અને આપની પાસે પૈસા છે તો આપ ઈન્ડિયન એકઝામિનેશન સિસ્ટમને ખરીદી શકો છો. આપ શું કરી રહ્યા છો, સિસ્ટમેટિક લેવલ પર શું કરી રહ્યા છો.