Connect with us

International

ઈન્ડોનેશિયામાં ચાલતી પૂ.મોરારીબાપુની રામકથા

Published

on

ઈન્ડોનેશિયામાં ચાલતી પૂ.મોરારીબાપુની રામકથા


સત્ય, પ્રેમ, અને કરૂણાનું બીજ છે રામ:પૂ.મોરારિબાપુ

પવાર
હિંદ મહાસાગરના ખૂબ મોટાં ટાપુ એવાં ઈન્ડોનેશિયા દેશના યોગકર્તા શહેરમાં યોજાયેલી રામકથા “માનસ સમુદ્રાભિષેક”. આજરોજ બીજા દિવસમાં પ્રવેશી હતી. કથાના માંગલિક વાણીને વહાવતા પુ. મોરારિબાપુએ કહ્યું કે અભિષેક એ ત્રણ પ્રકારનો તો છે જ શિવાભિષેક, જલાભિષેક અને હૃદયાભિષેક. પરંતુ માનસ કે ગીતા કે કોઈ ગ્રંથ વાંચતા જ્યારે હૈયુ તરબતર થઈ જાય ત્યારે જે અભિષેક થાય છે એ ગ્રંથાભિષેક છે. એટલે રામચરિત માનસ એક રીતે પંચામૃતનો પણ અભિષેક છે.જેમાં સોરઠા, દોહા, ચોપાઈ, છંદ અને શ્લોક આવે છે એટલે કે દૂધ,દહીં,મધ, સાકર અને ઘી અનુક્રમે બધું જ માનસમાં સમાહિત છે. યજુર્વેદ રહે છે કે પ્રસન્નતા એ ઔષધી છે પવિત્રતા પણ ઔષધી છે. મન, બુદ્ધિ, ચિત પવિત્ર તો આપણે પવિત્ર રહીએ. ગુરુચરણથી પવિત્ર થવાય છે. રામ 16 શીલથી અલંકૃત છે. શિવ 16 રસથી અલંકૃત છે અને દુર્ગા 16 પૂજાથી અલંકૃત છે.બાપુએ સમુદ્રના 14 રત્નની વાત કરી તેમ બુદ્ધ પુરુષના પણ 16 લક્ષણો છે. જે સ્વને જાણી લે તે પ્રથમ પૂજ્ય છે. પૂજ્યતાને માન્યતા નહીં ધન્યતા મળે છે. ભગવાન રામ ધર્મ, ક્ષમા, મૌન, ધૈર્ય,કરુણા, સ્મરણ, વિસ્મરણ, સ્વીકાર, સંસ્કાર અને સત્યશીલ છે. કથાના ક્રમમાં આજે રામચરિત માનસના બધા પાત્રોની વંદનાની કથા આગળ વધી હતી. શિવજી પાર્વતીજીને કથા સંભળાવે છે અને એ કથાના રામનું મહત્વ સ્થાપિત કરે છે તેનો ક્રમ આગળ વધ્યો હતો.આજની કથા દરમિયાન બાપુએ ભારતની એથ્લેટ વિનેશ ફોગાટ ફાઈનલમાંથી માત્ર 100 ગ્રામ વધારે વજનના કારણે બહાર નીકળી તે માટે ખેદ વ્યક્ત કર્યો હતો. વિનેશને આશીર્વાદ આપતાં બાપુએ કહ્યું કે તમારાથી સમગ્ર રાષ્ટ્રને ગૌરવ છે.સાંજની બેઠકમાં અલગ અલગ કલાકારોએ પોતાની પ્રસ્તુતિ કરી હતી.કથામા ઈન્ડોનેશિયા ઉપરાંત 15-20 દેશોના મહેમાનો ઉપસ્થિત છે.યોગ્યકર્તા શહેરની પંચતારક હોટેલ મેરિયોટમા આ કથા ગવાઈ રહી છે.કથાનું સુંદર આયોજન અને વ્યવસ્થા મનોરથી પરિવાર શ્રી વિરેન્દ્રકુમાર શારદા અને રેખાબેન શારદા કરી રહ્યાં છે કે જેઓ ઘણાં વર્ષોથી ઈન્ડોનેશિયાના જાકાર્તા શહેરમાં નિવાસ કરી રહ્યાં છે,એટલું જ નહીં ઈન્ડોનેશિયા દેશમાં આવતી આપત્તિઓ માટે પણ તેઓ સેવાઓ કરવા તેઓ હંમેશા ઉત્સાહિત હોય છે.

error: Content is protected !!