Connect with us

Uncategorized

ભાવનગર જિલ્લા સહકારી બેંકનાં નવા સુકાનીઓને ભાજપ દ્વારા આવકાર

Published

on

ભાવનગર જિલ્લા સહકારી બેંકનાં નવા સુકાનીઓને ભાજપ દ્વારા આવકાર


જિલ્લાનાં ખેડૂત સભાસદો અને ગ્રાહકો માટે જાગૃત હોદ્દેદારોનો મળશે લાભ

પવાર
ભાવનગર જિલ્લા સહકારી બેંકનાં નવા સુકાનીઓને ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે અને જિલ્લાનાં ખેડૂત સભાસદો અને ગ્રાહકો માટે જાગૃત હોદ્દેદારોનો લાભ મળશે તેમ જણાવ્યું છે. ભાવનગર જિલ્લાની મુખ્ય ખેતી વિષયક નાણાકીય સંસ્થા એટલે સહકારી બેંક. ભાવનગર જિલ્લા સહકારી બેંકના નવા સુકાનીઓમાં પ્રમુખ તરીકે શ્રી રસિકભાઈ ભિંગરાડિયા અને ઉપપ્રમુખ તરીકે શ્રી કાંતિભાઈ ધાંધલ્યાને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણા દ્વારા અભિનંદન પાઠવી આવકાર આપવામાં આવેલ છે. બેંકનાં બંને સુકાનીઓ વિવિધ સંસ્થા સંગઠન અને જાહેર જીવન સાથે સક્રિય રહેલાં છે. જિલ્લાનાં ખેડૂત સભાસદો અને ગ્રાહકો માટે જાગૃત હોદ્દેદારોનો લાભ મળશે તેમ જણાવી આવકાર અપાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રવક્તા પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ અને સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદી મુજબ જિલ્લા ભાજપનાં હોદ્દેદારો  ઉપપ્રમુખો શ્રી હર્ષદભાઈ દવે, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી ગાયત્રીબા સરવૈયા, શ્રી જ્યોત્સનાબેન ભટ્ટ, શ્રી નારુભાઈ ખમળ તથા શ્રી જગદીશભાઈ મકવાણા, મહામંત્રીઓ શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકી સાથે મંત્રીઓ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી હંસાબેન પરમાર, શ્રી નરેશભાઈ સોલંકી, શ્રી મનહરભાઈ બલદાણિયા, શ્રી હેતલબેન રાઠોડ, શ્રી હીનાબેન ગઢાદરા, શ્રી જલ્પાબેન હિંગુ તથા શ્રી શ્રદ્ધાબેન લંગાળિયા, કોષાધ્યક્ષ શ્રી શૈલેષભાઈ સેંતા, કાર્યાલય મંત્રી શ્રી જગદીશસિંહ ગોહિલ સાથે શ્રી અભયસિંહ ચાવડા દ્વારા બંને સુકાનીઓ માટે અભિનંદનની લાગણી વ્યક્ત થઈ છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!