Uncategorized
ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે આજે સિહોરના શૈલેષભાઈ મહેતાના ઘરે કેવડા ત્રીજની ઉજવણી થઈ
ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે આજે સિહોરના શૈલેષભાઈ મહેતાના ઘરે કેવડા ત્રીજની ઉજવણી થઈ
વર્ષમાં એક જ વખત દેવાધિદેવ મહાદેવને કેવડો ચઢાવવામાં આવે છ, સૌભાગ્યવતી સ્ત્રીઓ માતા પાર્વતી જેવું અખંડ સૌભાગ્ય મેળવવા માટે, કુમારિકાઓ શિવ જેવા પતિની પ્રાપ્ત માટે કરશે કેવડા ત્રીજનું વ્રત
દેવરાજ
સૌભાગ્યવતી સ્ત્રીઓ માતા પાર્વતી જેવું અખંડ સૌભાગ્ય મેળવવા માટે અને કુમારિકાઓ શિવ જેવા પતિની પ્રાપ્ત માટે આજરોજ શુક્રવારે સિહોરના દવે શેરી વિસ્તારમાં આવેલ શૈલેષભાઈ મહેતાના ઘરે કેવડા ત્રીજની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરવામાં આવી હતી કેવડા ત્રીજ સાથે જોડાયેલી ઐતિહાસિક અને ધાર્મિક પરંપરા અનુસાર માતા પાર્વતીજીએ દેવાધિદેવ મહાદેવજીને પામવા માટે કઠોર તપશ્યા કર્યા બાદ ભાદરવા સુદ-૩ના દિવસે તેમણે શિવલીંગ ઉપર કેવડાના પુષ્પનો અભિષેક કર્યો હતો. જેનાથી ભગવાન શિવે પ્રસન્ન થઈ માતા પાર્વતીજીને તેમના જીવન સંગીની બનાવ્યા હોવાનું ધર્મગ્રંથોમાં આલેખાયેલું છે. જેથી કેવડા ત્રીજના પૂજનની સનાતન સંસ્કૃતિમાં અલગ જ મહાત્મય દર્શાવાયું છે. આજે કેવડા ત્રીજનું પર્વ હોય, સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત કરી ભગવાન શિવજીની પૂજા-અર્ચના અને કેવડાનું પુષ્પ ચડાવી મહાદેવજીના આશીર્વાદ મેળવશે. કેવડા ત્રીજનું વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની મંગલકામના, ઘર-પરિવારની સુખ-સમુધ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી હતી. જ્યારે કુમારિકાઓ દ્વારા પાર્વતી માતાને મહાદેવજી મળ્યાં તેવા પતિ પ્રાપ્ત થાય માટે દેવાધિદેવ મહાદેવનું પૂજન કરી આખો દિવસ નકોરડા ઉપવાસ કર્યા હતા. વધુમાં વર્ષમાં એક જ વખત કેવડા ત્રીજના દિવસે ભોળાનાથને કેવડો ચડતો હોવાની પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે. સોભાગ્યવતી મહિલા દ્વારા સુખ,શાંતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય અને પરિવારજનોનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે. જેમાં ફરાળ કરતા પહેલા કે પાણી પીતા પહેલા કેવડાનું ફુલ સુંઘવાનો નિયમ પાળવાનો હોય છે. વ્રતમાં સવારે શંકર ભગવાનનું કેવડાથી પૂજન કરી ફળાહાર સાથે દિવસ પસાર કરવાનો હોય છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે. ત્યારે સિહોર શહેરમાં પણ કેવડાત્રીજના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.