Bhavnagar
મહિલા આઈ.ટી.આઈ. ભાવનગર ખાતે વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી શકાશે

મહિલા આઈ.ટી.આઈ.ભાવનગર સંસ્થામાં પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૨માં COPA, ફેશન ડિઝાઈન ટેક્નોલોજી, ડ્રેસ મેકીંગ, બેઝીક કેસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર જેવા ટ્રેડમાં પ્રવેશકાર્ય શરૂ છે. અત્રેની સંસ્થામાં ફક્ત મહીલાઓને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે અને તાલીમ દરમ્યાન વપરાતુ રો-મટીરીયલ વિનામુલ્યે આપવામાં આવે છે. તદુપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓ મુજબ મળવાપાત્ર લાભ વિનમુલ્યે આપવામા આવે છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૩૦-૧૦-૨૦૨૨ છે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ તેમજ ફોન નં.૦૨૭૮-૨૫૨૦૫૧૧ પર સંપર્ક કરવા આચાર્યશ્રી, ઓદ્યોગીક તાલીમ સંસ્થા(મહિલા), ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે