Connect with us

Sihor

સિહોર નગરપાલિકાની સરકારી જમીન પર વ્યાપક દબાણથી હાઇવેના રસ્તાઓ બન્યા સાંકડા

Published

on

widespread-pressure-on-government-land-of-sihore-municipality-has-narrowed-the-highway-roads

પવાર

  • કામગીરી થાય છે પણ ગણી ગાંઠી, જાહેર રસ્તાઓ પર થતા દબાણથી સાંકડા બનેલા રોડ પર અકસ્માતનો ભય

સિહોરના જાહેર રસ્તાઓ પર સરકારી જમીનો પર વ્યાપક દબાણ થયુ હોય રસ્તા સાંકડા બની રહ્યા છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. જેથી તંત્ર દ્વારા આવા દબાણો દુર કરવા તજવીજ હાથ ધરવી જરૂરી બની છે. સિહોર શહેરમાં સિહોર નગરપાલિકાની માલિકીની જમીનો ઉપર ગેરકાયદેસર કરોડો રૂપિયાની જમીનો ઉપર દબાણ કરી નાખવામાં આવ્યા છે તેમજ ભાવનગર રાજકોટ હાઇવે ઉપર તથા દાદાની વાવથી ઉભા હાઇવે પર બેફામ રોડની બન્ને સાઇડો પર દબાણો કરી નાખવામાં આવતા રોડની પોળાય પણ ઘટી જવા પામી છે. જેના કારણે દિનપ્રતિદિન ટ્રાફીક સમસ્યા પણ વધતી જાય છે. જેના કારણે અવારનવાર નાના મોટા એકસીડન્ટ પણ થાય છે અને લોકો આવા એક્સીડન્ટનો ભોગ પણ બને છે. હાલ સરકારનો પરિપત્ર હોય પાલિકાની જમન પર દબાણો હોય છે.

widespread-pressure-on-government-land-of-sihore-municipality-has-narrowed-the-highway-roads

પછી સરકારી રેવન્યુની જમીન પર ગેરકાયદેસર દબાણો હોય તે તમામ દબાણો હટાવીને સરકારી જમીનો ખુલ્લી કરાવી પણ અમલનો થતો હોય અને આવા દબાણો હટાવાના માત્ર નાટક કરીને એક બે જ સ્થળોએ દબાણ હટાવીને કાગળો કરી સરકારમાં કામગીરી કર્યાનો રીપોર્ટ હાથ પર હાથ જોડીને બેસી જાય છે. પરંતુ સિહોર નગરપાલિકાની માલિકીની તથા સરકારી રેવન્યુની કરોડો રૂપિયાની જમીનો પર આજે પણ દબાણો ખડકાયેલા યથાવત જ હોય જેના કારણે સિહોર શહેરની જાગૃતો નાગરિકોમા રોષની લાગણીઓ જોવા મળે છે. તો સિહોર નગરપાલિકાના જવાબદાર અધિકારી તથા રેવન્યુ ખાતાના જવાબદાર અધિકારી તેમજ આરએમબીના જવાબદાર અધિકારી જો આવા દબાણો પર બુલડોજર ફેરવામાં આવે તો સરકારી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી થઇ શકે છે..

error: Content is protected !!