International
‘તમને અહીં રહેવા નહીં દઈએ, તમારા દેશમાં પાછા જાઓ’, પોલેન્ડમાં ભારતીયો પર વંશીય હુમલા
Racial attack against Indian:સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક અમેરિકન નાગરિક પોલેન્ડમાં એક ભારતીય સાથે વંશીય રીતે ગેરવર્તન કરતો જોવા મળી રહ્યો છે. અમેરિકન ભારતીય નાગરિકને ભારત પાછા ફરવાની સલાહ આપે છે. આ દરમિયાન તે વીડિયો પણ શૂટ કરે છે, પરંતુ તેમાં પોતાનો ચહેરો દેખાતો નથી. વીડિયો સામે આવ્યા બાદ લોકો આ વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ભારતીય નાગરિક સાથે ખરાબ વર્તન કર્યું
મળતી માહિતી મુજબ, આ વીડિયો પોલેન્ડના કયા શહેરનો છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને વોર્સો શહેરનો હોવાનું જણાવી રહ્યા છે. વીડિયોમાં અમેરિકન હોવાનો દાવો કરતો આ વ્યક્તિ વારંવાર ભારતીય નાગરિકને દેશમાં પરત ફરવાનું કહે છે. તે કહે છે, ‘તમે શ્વેત લોકોની ધરતી પર મહેનત ટાળવા કેમ આવો છો. તમે તમારા જ દેશમાં કેમ નથી રહેતા? શા માટે તમે બીજા પર નિર્ભર છો?
‘તમને યુરોપમાં રહેવા દેશે નહીં’
અમેરિકન માણસ કહે, ‘તમને લાગે છે કે હુમલો કરવો બરાબર છે? તમે અમારી જાતિ સાથે નરસંહાર કરી રહ્યા છો. તમે આક્રમણખોર છો. ઘેર જાઓ, હુમલાખોર.’ તે વ્યક્તિ આગળ કહે છે કે અમે તમને યુરોપમાં રહેવા દઈશું નહીં. પોલેન્ડ માત્ર પોલીશ માટે છે.
તાજેતરમાં આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ટેક્સાસમાં 4 ભારતીય મૂળની મહિલાઓને વંશીય રીતે ઉત્પીડન કરવાનો મામલો સામે આવ્યો હતો. આ પછી હવે આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.