Connect with us

Gujarat

વંદે ભારત એક્સપ્રેસ એક જ દિવસમાં ટ્રેન રિપેર થઈ પાટે ચડી

Published

on

the-train-was-immediately-repaired-and-back-in-service-today

મુંબઈ સેન્ટ્રલથી ગુજરાતના ગાંધીનગર સુધી જતી વંદે ભારત એક્સપ્રેસ ગુરુવારે સવારે ઢોર સાથે અથડાય હતી. જે અથડામણમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. જો કે, આ ટ્રેનને કોચિંગ કેર સેન્ટરમાં એક દિવસમાં રિપેર કરવામાં આવી છે. ગુરુવારે સવારે 11.15 વાગ્યે થયેલા અકસ્માત બાદ તરત જ વંદે ભારત એક્સપ્રેસની તસવીર વાયરલ થઈ ગઈ હતી. લોકો અલગ અલગ રીતે કોમેન્ટ કરી મજાક ઉડાવી રહ્યા હતા. જે બાદ તાત્કાલિક ટ્રેનની મરામત કરવામાં આવી હતી ને આજે વંદે ભારત એક્સપ્રેસ ફરી પાછી કામે લાગી છે.

તમને જણાવી દઈએ કે રેલ્વે લાઈન પર 3-4 ભેંસ આવવાના કારણે એન્જિનના આગળના ભાગને નુકસાન થયું હતું. આઠ મિનિટમાં મૃતદેહોને બહાર કાઢીને ટ્રેન ગાંધીનગર જવા રવાના થઈ હતી અને તેના નિયત સમયે પહોંચી હતી.

the-train-was-immediately-repaired-and-back-in-service-today

કોંગ્રેસના નેતાઓએ વંદે ભારતની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસના કેટલાક નેતાઓએ ભારતમાં બનેલી વંદે ભારત એક્સપ્રેસની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના નીતિન અગ્રવાલે પીએમ મોદીના વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટનની તસવીર અને ગઈકાલના અકસ્માત બાદ વાયરલ તસવીર પોસ્ટ કરી છે. અગ્રવાલે તેને કેપ્શન આપ્યું – “ધરસે નિકલતેહી… કુછ દૂર ચલતેહી…!!

અમદાવાદ આવતા ટ્રેનની સ્પીડ ઘટાડવા અંગે કામગીરી

Advertisement

પશ્ચિમ રેલવેના પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે, “મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનો વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ સવારે મુંબઈથી નીકળી હતી. લગભગ 11.15 વાગ્યે ટ્રેક પર કેટલીક ભેંસ સાથે અથડાઈને ટ્રેનના એન્જિનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. તેને નુકસાન થયું હતું. અમદાવાદના વટવા અને મણિનગર વચ્ચે આ ઘટના બની હતી.

the-train-was-immediately-repaired-and-back-in-service-today

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, “ટ્રેનનો ડ્રાઈવર સંપૂર્ણપણે સતર્ક હતો. તેણે તરત જ ટ્રેનની સીટી વગાડી અને બ્રેક લગાવી, પરંતુ પ્રતિભાવ સમય ઓછો હતો.” ગાંધીનગર-અમદાવાદ સેક્શનની ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક સુધી વધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!