Bhavnagar
કોંગ્રેસનો તાજ પહેરી ટિકિટ વેચતા હતા આજે ભાજપની ખિસકોલી બની દાવેદારોની લાઇનમાં ઉભા : રેશ્મા પટેલ

બરફવાળા
- વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી : એનસીપીના નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ હાર્દિક પટેલના ચૂંટણી લડવાને લઈને અનેક સવાલ છે. વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. ત્યારે એનસીપીના નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા છે. પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગુજરાત ચૂંટણી 2022 માટે ભાજપમાં દાવેદારોની લાંબી લાઈન સમજી શકાય તેમ છે.પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભૂતકાળમાં મારા ભાઈએ કોંગ્રેસનો તાજ પહેર્યો હતો. હાર્દિક પટેલ ટિકિટ વેચતા હતા. આજે તેઓ ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. આજે હાર્દિક પટેલના સમર્થકો નિરીક્ષકોને મળ્યા હતા અને હાર્દિકના નામની દાવેદારી નોંધાવી હતી. જોકે વિરમગામની બેઠક પરથી તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે.