Bhavnagar
ભાવનગર ગ્રામ્યની સીટ પર રાજકારણ ગરમાયું : સ્થાનિક ઉમેદવારની માંગ ઉભી થઇ

મિલન કુવાડિયા
- ભાજપ હોઈ કે કોંગ્રેસ સિહોરના સ્થાનીક વ્યક્તિને ટિકિટ મળે તેવી લોકોની પ્રબળ માંગ : લોકોનો મત પણ એવો છે પક્ષ કોઈ પણ હોઈ સ્થાનિક વ્યક્તિને ટિકિટ મળે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગતાની સાથે જ રાજકીય પક્ષો મહેનત અને મંથનમાં લાગી ગયા છે. દરેક પક્ષો સક્ષમ ઉમેદવારોની આકરણી કરવામાં જોતરાયા છે. મતદારોને રિઝવી બુલંદ જીત હાંસલ કરવા રાજકીય પક્ષો એક પછી એક દાવ રમી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાવનગર ગ્રામ્ય સીટ પર સ્થાનિક ઉમેદવારની માંગ પ્રબળ બની છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા ટિકિટની માંગને લઇને ભાવનગર જિલ્લાની ગ્રામ્ય વિધાનસભા સીટ પરનું રાજકારણ સ્થાનિક ઉમેદવારને લઇને ગરમાયું છે. ભાવનગર ગ્રામ્ય સીટ પર ભાજપ હોઈ કે કોંગ્રેસ સિહોરના સ્થાનિક ઉમેદવાર મુકવા એક સુર ઉઠ્યો છે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય હલચલ શરૂ થઈ રહી છે ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભામાં સિહોરના સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે ભાજપ હોઈ કે કોંગ્રેસ સિહોરના સ્થાનિક વ્યક્તિને ટિકિટ મળે તેવો ગણગણાટ શરૂ થયો છે ત્યારે ગ્રામ્યની સીટ પર રાજકારણ ગરમાયું છે અને નવાજુની દેખાઈ રહી છે