Bhavnagar
અસામાન્ય હાલત : કેટરર્સ, સાઉન્ડ, મંડપ, ફુલના ધંધાર્થી : કોઇ પાસે ટાઇમ નથી

પવાર
વિધાનસભા ચુંટણી તથા ચિક્કાર લગ્નગાળાથી અભૂતપૂર્વ સ્થિતિ ; લગ્નના બુકિંગ મહિનાઓ પૂર્વે થઇ જતા હોવાથી ચુંટણી સભા માટે વસ્તુઓ ઉપલબ્ધ કરવા કટોકટીની સ્થિતિ : ટ્રાન્સપોર્ટેશન, મજુરી અને ખાદ્યચીજોના ભાવ વધતા લગ્નના પેકેજમાં ભાવ વધારો
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીનો જંગ જામ્યો છે. ઉમેદવારો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહયા છે. ત્યારે ચુંટણી સાથે લગ્ન ગાળો પણ ફુલ છે. ઠેર ઠેર શરણાઇના સુર ગુંજી રહયા છે. જેનો સૌથી વધુ ફાયદો મંડપ સર્વિસવાળા, સાઉન્ડ સીસ્ટમ, બેનર બનાવતા ધંધાર્થીઓને થઇ રહયો છે. કોરોના કાળના બે વર્ષમાં લોકો ખુબ જલસાથી લગ્ન પ્રસંગો યોજી રહયા છે. ત્યારે આ વર્ષે લગ્ન ગાળો અને ચુંટણી ભેગી થઇ જતા હાલ તમામ જગ્યા ફુલ છે. આ વર્ષે ગત વર્ષ કરતા પણ વધુ લગ્નગાળો જામ્યો છે.
લગ્ન વધુ હોવાથી મંડણ સર્વીસવાળાઓના સાઉન્ડ સીસ્ટમ, ફલાવર્સવાળા ધંધાર્થીઓનો વેપાર જામ્યો છે. બુકીંગ એટલા ગઇ ગયા છે કે, કામ કરતા મજુરોની ઘટ પડે છે. લગ્નનું બુકીંગ 2 થી 3 મહિના અગાઉ થઇ જતું હોવાથી ચુંટણી માટેના બુકીંગમાં મોટી મુશ્કેલી સર્જાય રહી છે. મંડપ, ખુરશી, સોફાની વધુ ડીમાન્ડ છે. રોજ કોઇના કોઇ સ્થળે અનેક સભાઓ યોજાય છે. ઉમેદવારો પ્રચાર માટેનો એક પણ મોકો છોડતા નથી. શેરી ગલીઓની સભા ઉપરાંત મોટા નેતાઓની જાહેર સભા પણ થઇ રહી છે. જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે.
તેમ તેમ સભાઓનો દોર વધી રહયો છે. જેના કારણે તમામ ધંધાર્થીઓને ત્યાં ખેંચા ખેંચીનો માહોલ સર્જાયો છે. ચુંટણી માટેના ડોમ, ચેર, સોફા નાના મોટા સમીયાણા તૈયાર કરાય છે. ચુંટણી માટે અને લગ્ન પ્રસંગમાં બેનરોનો ખાસ ઉપયોગ થાય છે. બેનરોનો ખાસ ઉપયોગ થાય છે. લગ્ન પ્રસંગમાં પરિવાર અને કપલના બેનર બનાવવા એક ટ્રેન્ડ બની ગયો છે. આથી લગ્ન સીઝનમાં તેની માંગ પણ ખુબ રહે છે. સાથો સાથ સાઉન્ડ અને ફુલ બજારમાં ભારે રોનક છવાયેલી છે. પ્રચાર પ્રસાર માટે શેરી ગલીઓમાં તેમજ જાહેર સભાઓમાં મોટા સ્ટીરીયા અને સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થા કરાઇ છે.