Bhavnagar
ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં બે અરેરાટીભરી ઘટના : રંધોળા અને ગારીયાધાર ગામે અરેરાટી..
- ખૂંટીયાએ બે પિત્રાઇ ભાઇઓના ભોગ લીધા : આમળા ખાવા ઝાડ પર ચડેલા બે તરૂણને ઇલે. શોર્ટ લાગતા કરૂણ મોત
Pvar
ભાવનગર જિલ્લામાં બે અલગ અલગ ઘટનામાં બે પિતરાઇ ભાઇઓ તથા બે કિશોરના મૃત્યુ થયા છે. રંધોળા પાસે બાઇક સાથે ખુંટીયો અથડાતા બે પિતરાઇના જીવ ગયા હતા જયારે ગારીયાધારમાં ઇલે. શોર્ટ લાગતા બે તરૂણના મોત થયા હતા. ભાવનગર જિલ્લાના રંઘોળા ગામ પાસે રોડ પર એક ખૂંટિયો આડો ઉતરતા બાઇક પર જઇ રહેલ બે પિતરાઇ ભાઇઓ સાથે ખુંટીયો અથડાતા બાઇક સ્લીપ થઇ જતા ગંભીર ઇજા થતા બંને યુવાનોના મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા ફોટોગ્રાફીનું કામ કરતા નિકુલભાઇ જગદીશભાઇ મેખિયા ઉ.વ .22 અને તેના પિતરાઇ ભાઇ આકાશભાઇ બકુલભાઇ મેખિયા ઉ.વ .20 બાબરા ગામે ફોટો આપવા ગયા બાદ પરત આવતા રંઘોળા ગામ પાસે પહોંચતા પાદરમાં જ ખુંટીયો ઓચીંતા દોડીને આવી તેની બાઇક સાથે અથડાઇ ગયો હતો જેથી તેઓની બાઇક સ્લીપ થઇ જતા પડી જતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. 108માં હોસ્પિટલે લઇ જતા રસ્તામાં જ તેઓનું મોત નિપજ્યું હતું. આ બનાવતી પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી છે.
ઈલેક્ટ્રીક કરંટ
ગારીયાધાર માં બનેલા એક કરૂણ બનાવ માં આમળાનાં ઝાડ સાથે ઈલેક્ટ્રીક ની ઇલેવન લાઇન અડકેલી હોય તેને અડી જતાં ઈલેક્ટ્રીક કરંટ લાગતા બે કિશોરોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજયાં હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગારીયાધાર શહેરનાં પચ્છેગામ રોડ પર તનવીરભાઇ ધ્રુજની વાડી પાસે રજપુત વાડી વિસ્તારમાં રહેતાં મેહુલ ભગવાનભાઇ ખસીયા ઉ.વ .17 તેમજ પ્રિન્સ દિપસંગભાઇ જાદવ ઉં.વ.17 બંને પચ્છેગામ રોડ 9 પર આમળા ખાવાં ગયાં હતા . આમળાની ઝાડ સાથે વિજ લાઇન ની ઇલેવન લાઇન અટકેલી હોય બંનેને કરટ લાગતા બંનેનાં ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જેમાંથી એક તરુણ નિચે પડ્યો હતો. બંને કિશોરને પી.એમ. અર્થે ગારીયાધાર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બન્નેનાં મોતથી તેમનાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.