Connect with us

Sihor

સિહોરના અમરગઢ ખાતે ખેડૂત ઉત્પાદક સંસ્થાની મુલાકાત લેતા ઉચ્ચ અધિકારીઓ

Published

on

Top officials visiting Farmer Producers Institute at Amargarh, Sihore
  • અમરગઢ ખાતે અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઈ વિગતો જાણી હતી.

પવાર

અમરકૃષિ સંસ્થા દ્વારા એક વર્ષમાં ખેતીના ઉત્પાદનો લીંબુ તથા સરગવા વેચાણ સાથે ખેડૂતોને જરૂરી અન્ય સામગ્રી વેચાણ અંગે નાબાર્ડ અધિકારી શ્રી જ્ઞાનેન્દ્રમણી સાથે શ્રી મનોજ હરચંદાણી, ભાવનગર કચેરીના શ્રી દિપકકુમાર ખલાસ અને સ્ટેટ બેંકના અધિકારી શ્રી સંજય શુક્લ દ્વારા જાણકારી મેળવાઈ હતી. સિહોરના અમરગઢ ખાતે આ મુલાકાત વેળાએ માર્ગદર્શક રહેલા વિવેકાનંદ સંસ્થાના શ્રી મનુભાઈ ચૌધરી તથા શ્રી નરેન્દ્રસિંહ ઝાલા સાથે સલાહકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા પૂરક વિગતો આપવામાં આવી હતી. અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ સોલંકીએ અધિકારીઓની આ મુલાકાતની ખુશી વ્યક્ત કરી, ઉપપ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલના સંકલન સાથે આ બેઠકમાં સંસ્થાના શ્રી કૌશિકભાઈ વાદી દ્વારા આંકડાકીય વિગતો દ્વારા સરકારની નેમ સાથે થયેલી કામગીરી વિશે જણાવેલ, જેમાં શ્રી જયદીપસિંહ ગોહિલ સાથે રહ્યા હતા.

error: Content is protected !!