Sihor
કાલે મકરસંક્રાંતિ : આકાશમાં રચાશે રંગબેરંગી પતંગોની રંગોળી : દાન-પુણ્યનું પર્વ

દેવરાજ
- એ ચગ્યો છે, એ કાપ્યો છે, એ ઢીલ દે,
- કાલે મકરસંક્રાંતિ : આકાશમાં રચાશે રંગબેરંગી પતંગોની રંગોળી : દાન-પુણ્યનું પર્વ
- સિહોર સહિત સમગ્ર જિલ્લામાં પતંગોત્સવ ઉજવવા અનેરો થનગનાટ, ધાબા પર જીંજરા, ચીકી, બોરની જયાફત માણશે લોકો
આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ છે. આ વર્ષે અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે મકરસંક્રાંતિનું પર્વ ઉજવાશે. સિહોર સહિત સમગ્ર જિલ્લામાં કાલે ધાબા પર જઇને પતંગબાજો પતંગો ઉડશે. કાલે આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી રચાશે. કાલે અગાશી પર જીંજરા, ચીકી, બોર, ખજુર સાથે લોકો પતંગોત્સવ માણશે. કાલે મકરસંક્રાંતિના દિવસે લોકો ગાયની પૂજા, દર્શન કરીને પુણ્યનું ભાથુ બાંધશે. દાન અને પુણ્યના મહિમા સમાન આ દિવસે લોકો પાંજરાપોળમાં ગાયોને ચારો નાંખશે, ઠેર ઠેર ગૌશાળા તથા પાંજરાપોળો જીવદયાનો ફાળો એકત્રીત કરવા વડલાચોકે મંડપો પણ નખાયા છે મકરસંંક્રાંતિનો ઉત્સાહ ભર્યો પર્વ છે. ત્યારે આ તહેવારને લઇને સિહોર શહેરમાં ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં અનેકવિધ પ્રકારના પતંગો સાથેની દુકાનો ખુલ્લી મુકવામાં આવી છે. મકરસંંક્રાંતિના રોજ આકાશમાં પતંગોની રંગોળી પુરવા પતંગ રસીયાએ સજજ થઇ રહ્યા છે.