Connect with us

Vadodara

દિવ્‍યાંગોની સંસ્‍થા દ્વારા મનોચક્ષુઓને દર્શન કરાવવા માટે પોલિસે વાહનની વ્‍યવસ્‍થા કરાવવા માટે આપી

Published

on

the-police-provided-a-vehicle-for-seeing-psychics-through-a-disabled-organization

બરફવાળા

  • વડોદરાના અંધ સિનિયર સિટીઝન દ્વારા અમદાવાદના એસીપી પ્રદીપસિંહ જાડેજાની મદદ માંગવામાં આવેલઃ વડોદરા ક્રાઈમ બ્રાંચ પીઆઈ હરેન્‍દ્રસિંહ ભાટી મદદરૂપ : ઈન્‍ચાર્જ સીપી, સેકટર વડા અને ડીસીપીની શીખ રંગ લાવી

વડોદરા શહેરની પ્રજ્ઞાચક્ષુઓની માનવ સેવા સંસ્‍થા નિસહાય માનવ કલ્‍યાણ સંઘ સંસ્‍થાનું સંચાલન કરતા સિનિયર સિટીઝન દ્વારા અમદાવાદ એસીપી પ્રદીપસિંહ જાડેજાનો જૂની ઓળખ આધારે સંપર્ક સાધી પોતાની સંસ્‍થાના દિવ્‍યાંગોને ભાદરવા ચેહર માતાજીના દર્શન કરવા ઈચ્‍છા વ્‍યક્‍ત કરી વાહનની વ્‍યવસ્‍થા કરી આપવા વિનંતી કરી હતી. અમદાવાદ શહેરના જે ડિવિઝન મદદનીશ પોલીસ કમિશ્રર પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ બાબતે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ હરેન્‍દ્રસિંહ ભાટીનો સંપર્ક કરી દિવ્‍યાંગ સિનિયર સિટીઝનને મદદ કરી, વાહનની વ્‍યવસ્‍થા કરાવી અપાવવા માટે તજવીજ કરવા જણાવી દિવ્‍યાંગ સિનિયર સિટીઝનને વડોદરા શહેર ખાતે ટ્રાવેલ્‍સ બસની વ્‍યવસ્‍થા કરાવી,

the-police-provided-a-vehicle-for-seeing-psychics-through-a-disabled-organization

૨૫ થી ૩૦ જેટલા દિવ્‍યાંગ લોકોને ભાદરવા ગામ ખાતે ચેહર માતાજીના દર્શન કરાવી પ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરાવતા, વડોદરા નવાપુરા, કેવડબાગ ખાતે આવેલ પ્રજ્ઞાચક્ષુઓની માનવ સેવા સંસ્‍થા નિઃસહાય માનવ કલ્‍યાણ સંઘ સંસ્‍થાના સંચાલક સલીમભાઇ વોરા અને દર્શન કરનાર દિવ્‍યાંગ લોકોએ ચેહર માતાજીના દર્શનકરી, ધન્‍યતા અનુભવી હતી. પ્રજ્ઞાચક્ષુઓની માનવ સેવા સંસ્‍થા નિઃસહાય માનવ કલ્‍યાણ સંઘ સંસ્‍થાના સંચાલક સલીમભાઇ વોરા અને દર્શન કરનાર દિવ્‍યાંગ લોકોએ અમદાવાદ શહેર પોલીસ અને વડોદરા શહેર પોલીસનો આભાર વ્‍યકત કરી, ગુજરાત પોલીસને આશીર્વાદ પણ આપતા, ભાવવાહી દ્રશ્‍યો સર્જાયા હતા. માનવીય અભિગમ ધરાવતા ઇન્‍ચાર્જ સીપી પ્રેમવીરસિંહ, સેકટર વડા એમ.એસ. ભરાડા અને ડીસીપી અશોક મુનીયા દ્વારા અવાર નવાર પોલીસ પ્રજાનો મિત્ર છે એ શીખ આપી જે ફરી અમલમાં આવતા ઉકત અધિકારીઓ દ્વારા અભિનંદન આપવામાં આવેલ.

error: Content is protected !!