National
‘Donyi Polo’ એરપોર્ટના નામથી અરુણાચલની સંસ્કૃતિ પ્રતિબિંબિત થાય છે, જાણો આ એરપોર્ટની ખાસિયતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. ઇટાનગરથી 25 કિમી દૂર ડોની પોલો એરપોર્ટ માત્ર કનેક્ટિવિટી જ નહીં પરંતુ આ વિસ્તારમાં વેપાર અને પ્રવાસનનો પણ વિકાસ કરશે. આ સાથે હવે પૂર્વોત્તર ભારતમાં કુલ એરપોર્ટની સંખ્યા 16 થઈ ગઈ છે.
વડાપ્રધાન મોદીએ 2019માં શિલાન્યાસ કર્યો હતો
વર્ષ 2019માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. અરુણાચલ પ્રદેશમાં આ ચોથું કાર્યરત એરપોર્ટ છે. 2014 થી સાત એરપોર્ટ વિકસાવવામાં આવ્યા છે.
અરુણાચલની સંસ્કૃતિની ઝલક નામમાં છે
એરપોર્ટનું નામ જ અરુણાચલ પ્રદેશની ઇચ્છા અને સંસ્કૃતિને દર્શાવે છે. વાસ્તવમાં, ડોનીનો અર્થ ‘સૂર્ય’ અને પોલોનો અર્થ ‘ચંદ્ર’ થાય છે. આ માહિતી પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય) દ્વારા પહેલેથી જ આપવામાં આવી હતી. અરુણાચલનો જ અર્થ થાય છે ઉગતા સૂર્યની ભૂમિ.
અત્યારે હું અરુણાચલમાં છું જ્યાં સૂર્યોદય થાય છે અને સાંજે હું દમણ જઈશ જ્યાં સૂરજ આથમશે.
- પાસીઘાટ અને તેજુ પછી અરુણાચલ પ્રદેશમાં આ ત્રીજું કાર્યરત એરપોર્ટ હશે. UDAN યોજના હેઠળ પાસીઘાટ અને તેજુ ખાતે એરપોર્ટ બનાવવામાં આવ્યા હતા.
- ઉત્તર પૂર્વ ભારતમાં આ પ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે.
- આ એરપોર્ટ 690 એકરથી વધુ વિસ્તારમાં 640 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે.
- સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 2300 મીટર લાંબા રનવેવાળા આ એરપોર્ટ પર ફ્લાઈટ્સનું સંચાલન ચાલુ રહેશે.
- બોઇંગ 747 જેવા મોટા એરક્રાફ્ટને અહીંથી આરામથી ઓપરેટ કરી શકાય છે.
- એરપોર્ટ ટર્મિનલ આધુનિક ઇમારત છે. તે સંસાધનોના રિસાયક્લિંગ અને નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપે છે.
- હોલગોંગી ટર્મિનલના નિર્માણ પર લગભગ 955 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે 4,100 ચોરસ ફૂટમાં બનેલ છે.
- રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પહેલાથી જ ડોની પોલો એરપોર્ટ પર ‘ધ ગ્રેટ હોર્નબિલ ગેટ’ને આર્કિટેક્ચરલ અજાયબી ગણાવ્યું હતું.
- ગ્રેટ હોર્નબિલ ગેટ ડોની પોલો એરપોર્ટ પર મુલાકાતીઓનું સ્વાગત કરે છે. તેને પૂર્વ સિયાંગ જિલ્લાના આર્કિટેક્ટ અરોતી પાન્યાંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
અરુણાચલ પ્રદેશના ઈટાનગર ખાતેના આ નવા એરપોર્ટ સાથે, ઈશાન ભારતની તમામ આઠ રાજ્યોની રાજધાનીઓમાં હવે એરપોર્ટ હશે. અગાઉ ઈટાનગરના લોકોને ફ્લાઈટ માટે કાં તો ડિબ્રુગઢ અથવા ગુવાહાટી જવું પડતું હતું. આ માટે લોકોએ 6-10 કલાકની મુસાફરી કરવી પડી હતી.