Sihor
સિહોરનો માલકાણી પરિવાર ખુશીની ક્ષણો ભેટ આપે છે
किसी की मुस्कुराहटों पे हो निसार
किसीका दर्द मिल सके तो ले उधार
किसीके वास्ते हो तेरे दिल में प्यार
जीना इसी का नाम है
મૂળ સિહોરના સોનગઢ ગામનો માલકાણી પરિવાર ખૂબ સેવાભાવી અને દાનવીરમાં માનનારો છે આમ પણ ભારતીય પરંપરામાં ભુખ્યાને ભોજન કરાવવાનો મહિમા ખૂબ મોટો છે. આ પરંપરા કોઈ જાત કે ધર્મ પૂરતી સીમિત નથી લગભગ દરેક ભારતીય આ ગુણ ધરાવે છે. જેનું કારણ બાળપણથી ધાર્મિક અને સાંસ્કૃતિક બંને રીતે સંસ્કારોનું સિંચન છે.
પરંતુ ધર્મ પાછળ આંધળી દોટમાં આપણે ક્યારે માનવધર્મ ચુકી જઈએ તેનો ખ્યાલ જ નથી રહેતો.પરંતુ સિહોરનો આ માલકાણી પરિવાર મનથી ધનવાન છે માટે માનવધર્મ નિભાવવાનું ચૂકતો નથી ભૂખ્યા ને ભોજન અને માલઢોર અને મૂંગા પશુઓને ઘાસચારો નાખે છે મોટા ભાગે લોકો વિચારતા હોય છે કે સેવા માટે ધનની જરૂર હોય છે. પણ ખરેખર સેવા માટે ધન કરતા ઉદાર મનની વધારે જરૂર પડતી હોય છે.
કુદરતના અન્યાયનો ભોગ બનેલી અસ્થિર મગજના લોકો જિંદગીમાં ભારે ઝઝૂમવું પડતું હોય છે, પરંતુ કુદરત આવા અન્યાયનો ભોગ બનેલાનો ન્યાય કરવા માટે એવી વ્યક્તિઓને પણ મોકલતી હોય છે, જેથી ભોગ બનેલાને પ્રેમ, હૂંફ અને લાગણી મળી રહે. સિહોરના સોનગઢ પાલીતાણા રોડ પર આવા જ અનાથ અને માનસિક દિવ્યાંગ લોકોની સેવાના આશ્રમો આવેલા છે
જ્યાં સોનગઢનો માલકાણી પરિવાર દર વર્ષના ઇદે મિલાદના પર્વે આશ્રમોમાં પોતાનો સમય અને ખુશી વહેંચે છે અને સાથે ભૂખ્યાને ભોજન અને હજારો મૂંગા માલઢોરને ઘાસચારો નાખી ઇદે મિલાદની ઉજવણી કરે છે માલકાણી પરિવારના મોભી ઇકબાલભાઈ, હનિફભાઈ, ઈમરાનભાઈ, એજુભાઈ કહે છે કે જીવનમાં માનવતાથી મોટો કોઈ ધર્મ નથી