Connect with us

Sihor

કોંગ્રેસ પાર્ટીએ કયારેય સત્તા માટે પોતાની નિતીમાં ફેરફાર કર્યો નથી : ભંવરસિંહ ભાટી

Published

on

congress-party-has-never-changed-its-politics-for-power

મિલન કુવાડિયા

  • રાજસ્થાનના ઉર્જામંત્રી ભંવરસિંહ ભાટી સિહોરમાં : શહેર કોંગ્રેસની અગત્ય બેઠક યોજાઇ, ગેલોર્ડ ખાતે મળેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ, બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ગુજરાતમાં ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે રાજકીય પક્ષોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિની યોજાયેલી બેઠકમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલારાજસ્થાનના ઉર્જામંત્રી ભંવરસિંહ ભાટીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના શાસનમાં લોકો વ્યથિત થયા છે. યુવાનો બેરોજગાર, ખેડૂતોને ભાવ નહીં મળતા દેવાદાર બન્યા છે. કાયદો અને વ્યવસ્થા કથળ્યો છે.  કોંગ્રેસ પાર્ટીએ કયારેય સત્તા માટે પોતાની નિતીમાં ફેરફાર કર્યો નથી. અહીં બેઠકમાં ઉર્જામંત્રી ભંવરસિંહ ભાટી વધુમાં જણાવ્યું હતું કે, લોકોને મળીને તેમની સમસ્યાઓ જાણીને આવનાર સમયમાં તેમના હક્કોની લડાઇ માટેના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે સિહોર હોટલ ગેલોર્ડ ખાતે આ બેઠક મળી હતી

congress-party-has-never-changed-its-politics-for-power

રાજ્યમા આગામી વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી આવી રહી છે. કોંગ્રેસ પક્ષ માટે અગ્નિ પરીક્ષા છે અહીં હાજર જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હાલ લોકો મોંધવારી, બરોજગારી, પેટ્રોલ ડીઝલ, CNG સહિતના વધતા ભાવ, મોંઘા રાંધણ ગેસ, ખાદ્ય તેલમાં ભાવ વધારો, ખેડૂતોના પ્રશ્નો, ભ્રષ્ટાચાર, કમીશનબાજી, લોકોને પડતી હાલાકી સહિતના તમામ પ્રશ્ને હાલ સામાન્‍ય માણસ ત્રાહિમામ પોકારી રહ્યા છે આ ઉપરાંત આગામી ધારાસભાની ચૂંટણીમાં ગ્રામ્યની બેઠકમાં પ્રજાની લાગણીનો પડઘો પડે અને પંજાના ઉમેદવારોનો વિજય થાય તેવી વ્‍યૂહરચના ઘડી કાઢવા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં વિવિધ સેલ- વિભાગના વડાઓ, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો, નગરપાલિકાની ચુંટણી લડેલા ઉમેદવારો, કોંગ્રેસ અગ્રણીઓ, બુથ પ્રભારીઓ, જન-મિત્રો અને શહેરના તમામ શ્રેણીના વરિષ્ઠ આગેવાનો તથા કાર્યકરો આ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!