Sihor
પરિવારજનોનું હૈયાફાટ રૂદન ; કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશમાં મોતને ભેટેલી સિહોરની પૂર્વાના અંતિમ સંસ્કાર કરાયાં

ઉત્તરાખંડના કેદારનાથમાં મંગળવારે હેલિકોપ્ટર ક્રેશ થતા એક મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં સિહોરની પૂર્વા સહિત સાત લોકોના મોત થયા હતા સિહોરની પૂર્વા રામાનુજ સહિત ભાવનગરની બે યુવતીઓના મોત નિપજયા હતા આજે સિહોર ખાતે પૂર્વાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. સિહોરની પૂર્વા સહિત ભાવનગરની બે યુવતિઓના મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, આ ત્રણ યુવતીમાંથી બે યુવતી ઉર્વીબેન અને કૃતિબેનના પરિવારો ટ્રાવેલ મારફતે ઉત્તરાખંડ જવા પહોંચ્યા હતા. ત્યારેબાદ તંત્ર દ્વારા મૃતદેહને હરિદ્વાર હેલિકોપ્ટરથી મારફતે લાવી સોંપવામાં આવ્યો હતો
જ્યાં બંને દીકરીઓની પરિવારજનો દ્વારા અંતિમ વિધિ હરિદ્વારમાં કરવામાં આવી હતી. જ્યારે અન્ય સિહોરની પૂર્વાના અંતિમ સંસ્કાર સિહોર ખાતે કરવામાં આવ્યાં હતા. યુવતીઓના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે 11:30 આસપાસ બનેલી દુર્ઘટનામાં સાત લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હતી. આજરોજ પૂર્વાના અંતિમ સંસ્કાર વેળા શોક અને ગમગીન માહોલ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.