Gujarat
ડબલ એન્જીનવાળી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે ગુજરાતને નવી ઉંચાઇએ પહોંચાડી
એક વર્ષ શાસનને પૂર્ણ થતાં ભુપેન્દ્રભાઇ પટેલને અભિનંદન પાઠવતા વિક્રમભાઈ નકુમ : વિક્રમભાઈએ કહ્યું ડબલ એન્જીન વાળી સરકારની વિકાસની તેજ રફ્તાર : દેશનું ગ્રોથ એન્જીન બનતું ગુજરાત : 2001 થી શરૂ થયેલી ગુજરાતની વિકાસ યાત્રા હવે બુલેટ ટ્રેનની ગતિથી પણ વધુ : ઝડપી વિકાસની દરેક તકનું વાસ્તવિકતામાં રૂપાંતર : વિરામની એક પળ નહી, સૌના માટે ‘સરકાર’નો ગુજરાત મોડેલનો નવો આયામ
નિર્મળતા નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેવૃત્વમાં ગુજરાત સરકારને આજે એક વર્ષ પુરૂં થયું છે અને આ એક વર્ષ દરમિયાન તેમના નેવૃત્વમાં ભાજપ સરકાર અનેક પ્રજાલક્ષી નિર્ણયો લઇ ગુજરાતને વિકાસના ક્ષેત્રે એક નવી ઉંચાઇએ લઇ ગઇ છે તેમ જણાવી સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે અભિનંદન પાઠવ્યા છે. વિક્રમભાઈ નકુમે જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રીપદની જવાબદારીને ૩૬૫ દિવસ પૂર્ણ થયા છે. મુખ્યપ્રધાને પોતાના શાસનકાળમાં અનેક નવા અને ઉમદા જનસેવામાં કામો કર્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આ જનસેવા યાત્રા પ્રજાલક્ષી નિર્ણયો, અનેરી ઉપલબ્ધિઓ, નવતર પહેલ સાથે રાજયના જનજનની સેવાની સફળ પરિશ્રમ યાત્રા બની છે. વિક્રમભાઈના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઇ પટેલે એક વર્ષ દરમિયાન હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને લોકો વચ્ચે, લોકો સાથે લોકો માટે સતત કર્તવ્યરત જનસેવકની આગવી છબી ઉજાગર કરી છે. સાલસ સ્વભાવ એન સતત પ્રવૃત-સક્રિય રહેવાની ધગશ ધરાવતા ભુપેન્દ્રભાઇ પટેલ ગુજરાતના જનમાનસમાં મૃદુ પણ મક્કમ અને નિર્ણાયક નેતૃત્વકર્તા પૂરવાર થયા છે તેમની એક વર્ષની દરમિયાનની કાર્યરીતિ-નીતિને આભારી છે. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઇ પટેલે વણથંભી વિકાસયાત્રામાં અનેક નવી યોજનાઓની ગુજરાતવાસીઓને ભેટ આપી છે જે સૌના માટે ‘સરકાર’નો ગુજરાત મોડેલનો નવો આયામ છે