Bhavnagar
કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલના ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જરી વિભાગ દ્વારા રાષ્ટ્ર વ્યાપી ટ્રોમાં અભિયાન ની ઉજવણી કરાઈ
દર્શન જોષી
- ભાવનગર સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે વ્યાખ્યાન આપી વિધાર્થીઓને જાગૃત કરાયા
અમરગઢ ખાતે આવેલ કે જે મહેતા ટી બી હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલના ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જરી વિભાગ દ્વારા અકસ્માત દરમ્યાન જડબા અને મોઢા ઉપર થતી ટ્રોમાં ઇજાઓથી બચવા માટે થઈને રાષ્ટ્ર વ્યાપી ટ્રોમાં અભિયાન અંતર્ગત સેવિંગ લાઈવસ સેવિંગ ફેસનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશન ઓફ ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જન્સ ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશ અંતર્ગત તા.૨૬/૮/૨૩ ને શનિવાર ના રોજ સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ અને ભાવનગર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ હોમીઓપેથીક મેડિકલ કોલેજ ખાતે વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવેલ.
જેમાં આ અભિયાનનો હેતુ ૧૬ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં અકસ્માત દ્વારા થતી ઇજાઓથી પીડિતોને ટાળવા/ઘટાડવા અંગે જાગૃતિ લાવવાનો હતો અને એ પણ જાગૃતિ લાવવાનો હતો કે મેક્સિલોફેશિયલ સર્જન ટ્રોમા મેનેજમેન્ટમાં પ્રાથમિક પ્રતિસાદકર્તા છે. કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ વતી ડો.પંકજાક્ષી બાઈ કે.(કેમ્પસ ડાયરેક્ટર,વાઇસ પ્રિન્સિપાલ, પ્રોફેસર અને હેડ, ઓરલ એન્ડઆ મેક્સિલોફેસિયલ સર્જરી વિભાગ) ડો. પર્વ પટેલ-સિનિયર લેક્ચરર, ચિંતન દેસાઈ, સંસ્કૃતિ પોકિયા અને પૂજા પ્રજાપતિ બીજા વર્ષના બી.ડી.એસ. વિદ્યાર્થીઓ અને અશોક ભોજગોતર-ઇવેન્ટ કન્વીનર દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું . સિહોર ગોપીનાથજી મહિલા કૉલેજ અને સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના વિદ્યાર્થીઓને તેમના સંબંધિત કૉલેજના ટ્રસ્ટીઓ, ડિરેક્ટરો અને પ્રિન્સિપાલના સહકારથી આયોજનો સફળ બનાવવામાં આવ્યું હતું.