Connect with us

Sihor

સિહોરના ટાણા ચોકડીથી લીલાપીર સુધીમાં બનેલા સીસી રોડ સાઇડે માટી પુરાણ કરવી જરૂરી

Published

on

The CC road side constructed from Tana Chowkdi of Sihore to Leelapir needs to be filled with soil

દેવરાજ

  • રોડનું કામ તો થયું પણ સાઈડની કડો ના બુરાઈ, વાહનચાલકોમાં આક્રોશ, મહામુસીબતે સીસી રોડ તો શરૂ થયો પણ રોડમાં કડો અને સાઇડ ખાલી હોવાથી વાહનચાલકો ગમે ત્યારે ઉથલી પડે છે

સિહોરના ટાણા ચોકડીથી લીલાપીર મઢી સુધી બનેલા સીસી રોડની સાઇડો ખુલ્લી હોવાથી અને ભરતી ન કરાતા વાહનો નીચે ઉતરી પડે છે ઉપરાંત સીસી રોડની કડોને કારણે અવાર નવાર વાહનચાલકો ઉથલી પડતા હોવાથી રોડની બંને સાઇડે માટી પુરાણ કરવુ જરૂરી છે અહીં કડો હોવાથી અવાર નવાર વાહન અકસ્માતો પણ સર્જાય છે.

The CC road side constructed from Tana Chowkdi of Sihore to Leelapir needs to be filled with soil

સિહોરથી તળાજા મહુવા જવાનો મુખ્ય માર્ગ તેમજ શહેરને ૨૫ વધુ ગામોને જોડતો માર્ગ ટાણા રોડનો વિવાદ શમતો નથી. વર્ષો પછી બનેલા રોડની હાલત મહિનાઓમાં બગડી ગઈ છે. અહીં વાહનોનો ઘસારો વધુ રહે છે. માટે રોડ તો બન્યો પરંતુ રોડની બન્ને સાઈડની મોટી કડો બુરવામા આવી નથી કડોની સમસ્યા વાહન ચાલકોને પરેશાન કરીને રાખી દીધા છે. રોડની સાઈડમા આવેલી કડોને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. માટે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા તંત્ર દ્રારા રોડની બન્ને બાજુની કડો રીપેરીંગ કરવામા આવે તેમ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે.

error: Content is protected !!