Bhavnagar
ગેરવર્તન કરનાર પોલીસ જવાન વિરુદ્ધ તત્કાળ પગલાં લેવાની ઉગ્ર માંગ સાથે બાર એસોસિએશન દ્વારા એસપીને રજૂઆત કરાઈ
પવાર
- એ એસ આઇએ ધારાશાસ્ત્રીને માર મારી અસભ્ય વર્તન કરતાં ભાવનગર વકીલ આલમમાં ભારે રોષ
ભાવનગરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતાં અને ભાવનગર બાર એસોસિએશનના એક્ઝિક્યુટિવ સભ્ય જયેશ મહેતા સાથે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના એએસઆઈએ ખરાબ વર્તન કરી લાફા મારી દેતાં ભાવનગર બાર એસોસિએશન દ્વારા આ પોલીસ કર્મી વિરુદ્ધ તત્કાળ પગલાં લેવાની ઉગ્ર માંગ સાથે ભાવનગર બાર એસોસિએશન દ્વારા એસપી ને આવેદનપત્ર આપ્યું છે. પોલીસ તંત્રમાં ફરજ બજાવતા અનેક કર્મીઓને પોતાને પ્રાપ્ત સત્તાનો નશો ચોવીસ કલાક મનમસ્તિષ્ક પર છવાયેલો રહે છે અને કાયદાના કહેવાતા રક્ષકો ભક્ષક કરતાં પણ હિન કક્ષાનું કામ કરતાં જરા પણ ખચકાતા નથી છાશવારે ખાખીનો ખૌફ-રૌફ ગરીબો અને નિર્દોષ નાગરીકો પર જમાવી પોતાની કાયરતા ભરી વરવી મર્દાનગી પ્રકાશે છે પોલીસ તંત્રમાં જૂજ જવાનો અધિકારીઓ એવાં હોય છે જે ખરા અર્થમાં પ્રજાના મિત્ર અને રક્ષક હોય છે ત્યારે અવારનવાર ખાખી વર્દીમા છુપાયેલા મવાલીઓ પોતાના કૃત્યો દ્વારા પોતાની મનોદશા સરેઆમ જાહેર કરે છે
આવો જ કંઈક કિસ્સો ગત રોજ બનવા પામ્યો છે જેમાં હકીકત એવી છે કે ભાવનગર શહેરમાં રહેતા અને વકીલાત કરતાં તથા ભાવનગર વકીલાત મંડળ – બાર એસોસિએશન ના એક્ઝિક્યુટિવ મેમ્બર જયેશ મહેતા ગત રોજ રાત્રીના સમયે નાતાલ નિમિત્તે પરીવારને લઈને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલ ગયાં હતાં જયાં આ વકીલનું બાઈક સ્કૂલ બહાર એક સાઈડમાં પર્ક કર્યું હોવા છતાં શાળાના વોચમેન એ વકીલને બાઈક દૂર ખસેડવા જણાવતાં વકીલે પોતાનું બાઈક સુરક્ષિત અને ટ્રાફિકને અડચણરૂપ ન હોવાનું જણાવ્યું હતું આથી ચોકીદારે હોમગાર્ડ જવાનને જણાવતાં હોમગાર્ડ એ વકીલને વાહન દૂર પાર્ક કરવા જણાવતાં વકીલે એજ વાત રીપીટ કરી હતી આથી હોમગાર્ડ એ બી-ડીવીઝન પોલીસને સ્થળપર બોલાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં એએસઆઈ જે જે સરવૈયા એ વકીલ સાથે તોછડુ વર્તન કરી તેને લાફા મારી ચશ્મા તોડી બળજબરીથી પોલીસ વાનમાં બેસાડી બાઈક સાથે પોલીસ મથકે લઈ ગયાં હતાં જયાં પણ વકીલ સાથે અસભ્ય વર્તન કરી હોમગાર્ડ મહિલાની છેડતીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી બળજબરીથી માફી નામું લખાવી દંડ વસુલ્યો હતો અને મોબાઈલ આંચકી કોઈ સાથે વાત પણ કરવા દિધી ન હતી આ વ્યથા માથી મુક્ત થયેલ વકીલે પોતાની આપવીતી વકીલ મંડળને જણાવતાં વકીલ આલમમાં ભારે રોષ ફેલાયો છે. ભાવનગર બાર એસોસિએશન દ્વારા વકીલ સાથે અસભ્ય વર્તન કરનાર એએસઆઈ સરવૈયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી સાથે કડક પગલાં લેવાની માંગ સાથે બાર એસોસિએશન એ એસપી ને આવેદનપત્ર આપ્યું હતું અને ચોવીસ કલાકમાં પગલાં નહીં લેવામાં આવે તો રેલી ધરણાં વિરોધ પ્રદર્શન સહિતના પ્રતિકાત્મક દેખાવો યોજવા સાથે ની ઉગ્ર લડતના મંડાણ થશે એવી ચેતવણી પણ આપી હતી એ સાથે આ અંગે ગૃહમંત્રી ને પણ રજૂઆત કરવામાં આવી છે.