Bhavnagar
ભાવનગર સહીત સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી! આગામી દિવસોમાં પણ કાતિલ ઠંડીનો દોર ચાલુ રહેશે

પવત
- ઠાર- ઠંડા પવન વચ્ચે થરથરતો ભાવનગર જિલ્લો
- બે દિવસથી પારો ૧૨ ડિગ્રી આસપાસ જ ઘુમી રહ્યો છે : હજુ પણ ઠંડી વધશે : શિયાળો બરાબરનો જામ્યો : સર્વત્ર ટાઢોડુ : આખો દિવસ ઠંડકની અસર
રહી રહીને ઠંડી તેનું અસલરૂપ બતાવી રહ્યું છે. ભાવનગર સહિત સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે અને આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ હવામાન શાષાીઓ જણાવે છે. દરમિયાન કાતિલ ઠંડીનો દોર ચાલુ છે. ફૂંકાતા ઠંડા પવનો સાથે અસહય ઠાર પ્રર્વતી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ૧૨ ડિગ્રી આસપાસ જ પારો ઘુમી રહ્યો છે.
લોકો ધ્રુજી ઉઠયા છે. તાપણાની મોસમ શરૂ થઈ ગઈ છે. દિવસ દરમ્યાન પણ ઠંડા પવન ફૂંકાતા હોય લોકો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળે છે. વ્હેલી સવારે અને રાત્રીના સમયે તો અસહય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વાહનચાલકો રીતસરના ઠુંઠવાઈ જતા હોય છે. હાડ ધ્રુજાવી દે તેવી ઠંડીની અસર વર્તાઈ રહી છે. ઠંડીથી બચવા લોકો ગરમ પીણા ઉપર જોર વધાર્યું છે.