National
તેલંગાણા: ઘરમાં ભીષણ આગ, બે બાળકો સહિત 6ના કરૂણ મોત
તેલંગાણાના મંચેરિયલ જિલ્લામાં એક દર્દનાક ઘટનામાં બે બાળકો સહિત છ લોકો દાઝી ગયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. રામાગુંડમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અખિલ મહાજને જણાવ્યું હતું કે શુક્રવારે સવારે લગભગ 1.30 વાગ્યે મંચેરિયલ જિલ્લાના વેંકટાપુર ગામમાં એક ઝૂંપડીમાં આગ ફાટી નીકળી હતી જ્યારે લોકો ઊંઘી રહ્યા હતા. જ્વાળાઓએ આખી ઝૂંપડીને લપેટમાં લીધી, મહાજને જણાવ્યું કે, છ લોકોને જીવતા સળગાવી દીધા. તેઓ બધા ગાઢ નિંદ્રામાં હતા.
તેમણે જણાવ્યું કે મૃતકોમાંથી એકની ઓળખ 50 વર્ષીય માસુ શિવૈયા તરીકે થઈ છે, જે ગ્રામ્ય મહેસૂલ સહાયક (VRA) તરીકે કામ કરતો હતો. મહાજને કહ્યું કે, આગની આ ઘટના શંકાસ્પદ લાગે છે….પોલીસ ટીમ તેની પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે મૃતદેહોને મળી આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે.
શોર્ટ સર્કિટના કારણે આગનો ખતરો
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે તપાસ બાદ જ આની પુષ્ટિ થઈ શકશે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મંચેરિયાલ મોકલી આપ્યા છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર, પાડોશીએ પોલીસને જાણકારી આપી કે પદ્માનો પરિવાર આગનો શિકાર બન્યો છે. પાડોશીએ જણાવ્યું કે તેમના ઘરે કેટલાક મહેમાનો પણ આવ્યા હતા અને તેઓ પણ આગની લપેટમાં આવી ગયા હતા.
ઘરમાં મહેમાનો આવ્યા, આગનો ભોગ બન્યા
મંચેરિયલ એસીપી તિરુપતિ રેડ્ડીએ કહ્યું, “પદ્મા અને તેના પતિ ઘરમાં રહેતા હતા. બે દિવસ પહેલા મોનિકા (ભત્રીજી), તેના બે બાળકો અને એક સંબંધી ઘરે આવ્યા હતા. આગના સમયે ઘરમાં કુલ છ લોકો હાજર હતા. આગ અંગે પાડોશીએ પોલીસને જાણ કરી હતી. આગના સમયે છ લોકો ઘરની અંદર હતા પોલીસે જણાવ્યું કે તેઓએ કેસ નોંધ્યો છે. આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે.