Gujarat
ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં અલૌકિક ઈતિહાસ રચાશે, 16108 આહીરાણીઓ રમશે મહારાસ

કુવાડીયા
- ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 16108 આહીરાણી બહેનો મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. જી હા… ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં 16108 બહેનોનો મહારાસ યોજાશે, કાર્યક્રમ અંતર્ગત ભાવનગર ખાતે બેઠક મળી
આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ મહત્વ છે. અહીં લોકો ભગવાનમાં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે. આજ કારણ છે કે દેશમાં ઘણા એવા મંદિર છે જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. 5 હજાર પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણરાસ યોજાતો હતો. તે જ રીતે ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં ફરી એકવાર ઈતિહાસ રચાશે.
ભગવાન કૃષ્ણની દ્વારકાનગરીમાં એક સાથે 16108 આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. મહારાસ માટે 37 હજારથી વધુ આહીર સમુદાય ની બહેનોનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. હાલ દરેક જિલ્લા કક્ષાએ રજિસ્ટ્રેશન ચાલુ છે. આ અંગે ભાવનગર ખાતે પણ બેઠક મળી હતી. 5 હજાર વર્ષ પૂર્વે 16 હજાર ગોપીઓ સાથે કૃષ્ણરાસ યોજાતો હતો. ત્યારે આ મહારાસ માટે 37 હજારથી વધુ આહીર સમુદાયની બહાનોનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. દરેક જિલ્લા કક્ષાઓ રજિસ્ટ્રેશન કરાયું હતું.
જેને લઈ ભાવનગર ખાતે આહારાણી મહારાસ અંગે આહીર સમાજની બહેનોની બેઠક યોજાઈ હતી. જે બેઠક અંગે આહીર સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. જેમાં મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજવાનું પણ આયોજન કરાયું છે. આહારાણી મહારાસ માટે બહેનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને પારંપરિક પોશાક સાથે આહીરાણીઓના મહારાસમાં વિશ્વ વિક્રમ સર્જાશે