Sihor
વિધાનસભાની ચૂંટણીને લઇ સિહોરમાં SSB નો પડાવ
- SSB ટીમનું ફ્લેગ માર્ચ : નગરમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ફ્લેગ માર્ચ યોજાઈ : દરેક સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણી અગાઉ આયોજન કરાય છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે ત્યારે સિહોર શહેરમાં આર્મી ટુકડી બાદ SSB ટિમ આવી છે અને શહેરમાં મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં SSB કંપનીએ પોલીસ અધિકારીઓ સાથે રાઉન્ડ લગાવ્યો હતો વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે તેવામાં સિહોર શહેરના SSBએ પડાવ નાખી દીધો છે.
શહેરમાં આજથી જ ઇલેક્શન સંદર્ભને લઈને પોલીસ અધિકારી કર્મચારી સાથે સિહોર શહેરના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ લગાવ્યો હતો ગુજરાતમાં ચૂંટણી આવે એટલે તંત્ર સજ્જ બનતું હોય છે. આચારસંહિતા અગાઉ ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક સંવેદનશીલ મત વિસ્તારોમાં તંત્ર દ્વારા નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટેના પ્રયત્નો હાથ ધરાતા હોય છે.
ત્યારે સિહોરમાં SSB કંપની દ્વારા સિહોર પોલીસને સાથે રાખી નગરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા યોજાએલી ફલેગ માર્ચ સિહોર પોલિસ સ્ટેશનથી મુખ્ય બજાર અને પરત પોલીસ સ્ટેશન ફરી હતી જેમાં મોટી સંખ્યામાં જવાનો ફ્લેગમાર્ચમાં જોડાયા હતા જે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ફ્લેગમાર્ચથી સતર્કતાનો કોલ પહોંચે અને અસામાજિક તત્વોને પણ ચેતવણી કહી શકાય એ રીતે સમગ્ર સિહોર શહેરમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી.