Connect with us

National

G20 Speakers Summit: G -20 દેશોની સ્પીકર્સ કોન્ફરન્સ જકાર્તા માં, ઓમ બિરલા અને હરિવંશ થશે શામેલ

Published

on

speakers-conference-of-g-20-countries-in-jakarta-will-attend-om-birla-and-harivansh

G-20 દેશોના સ્પીકર્સ (સંસદના વડાઓ) ની આઠમી સમિટ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 6 થી 7 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહી છે. જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ હાજર રહેશે.

સ્પીકર ઓમ બિરલા જકાર્તામાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય પ્રતિનિધિમંડળ 4 ઓક્ટોબરે જકાર્તા જશે. G-20 સંગઠન 19 દેશો અને યુરોપિયન યુનિયનનું બનેલું છે. આ 19 દેશો છે – આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રિપબ્લિક ઓફ કોરિયા, દક્ષિણ આફ્રિકા, રશિયા, સાઉદી અરેબિયા, તુર્કી, યુકે અને યુએસએ.

speakers-conference-of-g-20-countries-in-jakarta-will-attend-om-birla-and-harivansh

ભારત આવતા વર્ષે એટલે કે 2023માં દિલ્હીમાં G-20 નેતાઓની સમિટનું આયોજન કરશે. નવેમ્બર 2022માં ઇન્ડોનેશિયામાં 17મી જી-20 સમિટ યોજાશે. ભારત ડિસેમ્બર 2022 થી એક વર્ષ માટે G-20 ની અધ્યક્ષતા કરશે. G20 નું પ્રમુખપદ દર વર્ષે સભ્ય દેશો વચ્ચે પરિભ્રમણ દ્વારા સોંપવામાં આવે છે.

G-20 એજન્ડાની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે આ કાર્યાલય ધરાવતો દેશ, અગાઉના પ્રમુખ દેશ અને આગામી પ્રમુખ દેશ મળીને ‘ટ્રોઇકા’ બનાવે છે. હાલમાં ઇટાલી, ઇન્ડોનેશિયા અને ભારત ટ્રોઇકા દેશો છે. ઈન્ડોનેશિયા હાલમાં આ સંસ્થાના પ્રમુખ છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!