Sihor
સિહોર યુવા યુગ પરિવર્તન અને રામાનુજ પરીવારે શ્રમિકોના આંગણે ઉજવી દિવાળી
સેવાભાવી સંસ્થા અને રામાનુજ પરિવારે જરૂરિયાતમંદોને ફૂડ પેકેટો આપી દિલમાં દિવા પ્રગટાવી દિવાળીની સાચા અર્થમાં કરી ઉજવણી
સિહોરની કેટલીક સેવાભાવી સંસ્થાઓને કારણે ઝૂંપડપટ્ટી અને શ્રમજીવી વસાહતમાં રહેતા લોકોની દિવાળી શક્ય બની છે આ સેવાભાવી સંસ્થાઓએ શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદોને શોધીને તેમને દિવાળીની ભેટ આપતા તેઓની દિવાળીની ઉજવણી ભવ્ય થઈ છે સેવાભાવી સંસ્થાઓ ઝુપડપટ્ટી વિસ્તાર અને રસ્તે ધંધો કરતા ફેરિયાઓ ને શોધીને તેમને દિવાળીની ઉજવણી માટે ની ભેટ આપી સાચા અર્થમાં દિવાળીની ઉજવણી કરી છે. કોરોના ના બે વર્ષ બાદ સિહોરીઓએ આ વર્ષે દિવાળી ની ભવ્ય ઉજવણી કરી છે. ઉજવણી કરવા માટે સમર્થ એવા સિહોરીઓની સાથે સાથે માંડ બે છેડા ભેગા કરતા શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે દિવાળીની ઉજવણી દુર્લભ બની છે.
આવા લોકો પણ દિવાળીની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે. સિહોરમાં 365 દિવસ સેવાનું કામ કરતી યુવા યુગ પરિવર્તન સંસ્થા અને રામાનુજ પરિવાર દ્વારા સ્લમ વિસ્તારોમા પહોંચ્યો હતો હજારો લોકોને ફૂડ પેકેટ વિતરણ કરી સાચા અર્થમાં દિવાળી પર્વને ઉજવ્યો હતો સાથે બીજી અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકોએ ગરીબ બાળકોને કપડાં, મીઠાઈ, ચોકલેટ અને બિસ્કીટ આ ઉપરાંત આ લોકો સાથે દિવાળીની ઉજવણી કરીને તેમની સમસ્યાને નજીકથી જાણીને તેમને મદદરુપ થવા માટેની તૈયારી બતાવી હતી. દિવાળી જેવા તહેવારમા પણ આ કિંમતી સમય આપી ગરીબોને દિવાળી સમયે ભેટ આપીને તેમની દિવાળીની ઉજવણી સારી રીતે થાય તેવી કામગીરી કરી હતી. દિવાળી દરમિયાન ગરીબ બાળકોને ફટાકડા કપડાં અને મીઠાઈ આપીને બાળકોના ચહેરા પર સ્માઈલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને સાચા અર્થમાં દિવાળીની ઉજવણી કરી હતી.