Sihor
સિહોર – કમોસમી વરસાદે તો ખેડૂતોની દશા બગાડી, કેટલાક ગામોમાં ત્રણ ત્રણ દિવસથી લાઈટો નથી – અંધારપટ છે

પવાર
બ્રેકીંગ ન્યુઝ રાત્રીના 9/45 કલાકે
ખેડૂત આગેવાન ઘનશ્યામ મોરીએ કહ્યું ખેડૂતોનું કોઈ સાંભળતું નથી, અધિકારી બેફામ મનમાનીઓ ચલાવે છે, માલઢોર તરસ્યા છે, એટલી હદે સ્થિતિ ખરાબ છે, ત્રણ ત્રણ દિવસથી લાઈટો નથી, માણસ જીવે કઈ રીતે?
હવામાન વિભાગની આગાહીના પગલે ત્રણ દિવસ પહેલા ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.કારણ કે ખેડૂતોનો તૈયાર થયેલો મહામુલો પાક ભારે પવન તેમજ કરા સાથે થયેલા કમોસમી વરસાદથી નષ્ટ થઈ રહ્યો છે. તો બીજી તરફ ખેડૂતો ત્રણ ત્રણ દિવસથી લાઈટ વગરનો અંધારપટ સહન કરતા હોવાનું સામે આવ્યું છે આ લખાઈ છે ત્યારે રાત્રીના 9/45 કલાકે ખેડૂત આગેવાન ઘનશ્યામ મોરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા પવન સાથે વરસાદ થવાથી ગામડાઓમાં વીજળી ગુલ છે ગામડાઓમાં ખેડૂતો હેરાન પરેશાન થયા છે ખેડૂતોનુ કોઈ સાભળતુ નથી ખેડુતોના માલ ઢોર તરસ્યા છે એટલી હદે સ્થિતિ વિકટ બની છે.
વાડી વિસ્તારમાં રહેતા પરિવારો પણ પરેશાની ભોગવી રહ્યા છે. પીજીવીસીએલમાં જાણ કરવામાં આવે ત્યારે એક જ જવાબ મળે છે કે ગાડી જીઆઇડીસીમા છે… ત્યાં પુરૂ થાય પછી આવશે… શું જીઆઇડીસી માટે જ પીજીવીસીએલ છે.?, ગામડાઓના ખેડૂતો નુ કેમ પીજીવીસીએલ સાંભળતું નથી ખેડુતો દ્વારા જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ પોતાની મનમાની ચલાવે રહ્યા છે અને જવાબો આપી દે છે, હોઠ સાજા ને ઉત્તર જાજા આવી સ્થિતિ નુ નિર્માણ થયું છે ક્યારેક તો ખેડુતનુ દર્દ સાંભળો.. ભોળા ખેડૂતો ને આમ નામ તમે નજર અંદાજ ના કરો તો સારું કહેવાય….