Sihor
સિહોર નગરપાલિકા કામદારો છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત ; આવતીકાલે કામદારો કરશે મામલતદાર ને રજુઆત – ઘણી વગરની પાલિકા

ગરીબડી નગરપાલિકા
દેવરાજ
સિહોર નગરપાલિકા માં પગાર ને લઈને લઈને હમેશા વિવાદમાં આવી ને ઉભી રહી છે. જેમાં સિહોર નગરપાલિકાના સફાઈ કામદારો નો છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી પગાર ચૂકવામાં આવ્યો નથી.એક તરફ વહિવટદાર મોઢું દેખાડવા આવ્યા નથી તો બીજી બાજુ ચીફ ઓફિસર પણ રજા ઉપર હોઈ પાલિકાના કર્મચારીઓ ગણકારી નથી રહ્યા. જેને લઈને સિહોર ટાઉનહોલ ખાતે સફાઈ કામદારોની મીટીંગ યોજાઈ હતી.
અને આવતીકાલે સોમવારે તા. ૧૭-૩-૨૩ ના રોજ મામલતદારને આવેદનપત્ર પાઠવી ને સમગ્ર મામલે નિવરણ લાવવા રજુઆત કરશે આગામી ૪૮ કલાકમાં પગાર નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી સફાઈ કામદારો એ ઉચ્ચારી છે. આ મિટીગ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના માવજીભાઈ સરવૈયા હાજર રહ્યા હતા.