Connect with us

Sihor

સિહોર મુખ્ય બજારની ગટર ઉભરાવાની સમસ્યા જ્યાં ની ત્યાં

Published

on

Sehore main market sewage problem everywhere

પવાર

ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, સ્થાનિકો વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા, તંત્ર ખુલ્લી આંખે તમાશો જુએ છે

સિહોર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નાખેલી ગટર યોજના આડેધડ કામગીરીના કારણે સદંતર નિષ્ફળ ગઈ છે. જેના કારણે આજે ગટર ઉભરાવાની સમસ્યા સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. આરોગ્ય સામે જોખમ ઊભુ થયુ છે.

Sehore main market sewage problem everywhere

શહેરના ભીલવાડા ખાંચા સહિત ૮ સ્થળે થી ગટર નું પાણી મેઇન રોડ, વડલા ચોક, પોલીસ સ્ટેશન, નગરપાલિકા થી લઈ છેક ટાણા ચોકડી સુધી આ ગટરનું પાણી રોડ ઉપર થી પસાર થઈ રહ્યું છે ત્યારે રાહદારીઓ તેમજ દુકાંનધારકોની દુકાન પાસે થી આ ગંદકી પાણી થી પરેશાન થતા હોય છે અને વાહન ચાલકો આ ગંદકી ના પાણી માંથી પસાર થાય તો તેના છાટા રાહદારીઓ ને ઉડતા કપડા બગડતા હોય છે તેમ છતાં તંત્ર ના નિષ્ઠુર લોકો નિષ્ક્રિયતા લાપરવાહી રાખી રહ્યા છે તો આ બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા માંગ છે. આ વિસ્તારની છાસવારે ડ્રેનેજ લાઈન ઉભરાવાની કાયમી સમસ્યા હોય ત્યારે તંત્ર દ્વારા ઉકેલવામા કેમ આવતો નથી..? તે મોટો સવાલ છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!