Connect with us

Sihor

ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હૃદયરોગનો હુમલો ; કાર્યકરોમાં ચિંતાની લાગણી

Published

on

Revatsinh Gohil, Congress candidate of Bhavnagar village, suffered a heart attack; A sense of anxiety among workers

કુવાડિયા

તાબડતોબ ખાનગી હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડાયા : લોકોને ચિંતા ન કરવા વિડીયો મેસેજ કર્યો ; કોંગ્રેસના ઉમેદવારને આવ્યો હાર્ટએટેક ; હોસ્પિટલ લઈ જવાયા ; રેવતસિંહ ગોહિલને હળવો હાર્ટએટેક આવતા સ્ટેન્ડ મુકવું પડ્યું ; શંકરસિંહ વાઘેલા હોસ્પિટલ પોહચ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉભા રહેલા ઉમેદવારના સ્વાસ્થને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજોવાનું છે. આ પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે, ત્યારે અહીંની ભાવનગર ગ્રામ્ય બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હળવો હાર્ટ એટેક આવ્યો છે. તેમને હાર્ટ એટેક આવતા જ તુરંત હોસ્પિટલ લઈ જવાયા છે. કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહનું ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકવું પડ્યું છે.

Revatsinh Gohil, Congress candidate of Bhavnagar village, suffered a heart attack; A sense of anxiety among workers

આજે અચાનક જ તેમની તબિયત ખરાબ થતાં તેમને તુરંત હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરી સ્ટેન્ટ મુકવું પડ્યું છે ભાવનગર ગ્રામ્‍ય વિધાનસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હૃદય રોગનો હુમલો આવતા તેઓને ભાવનગરની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. જયાં તેઓને સ્‍ટેન્‍ડ મૂકવામાં આવેલ હોવાનું કોંગ્રેસના વર્તુળોએ જણાવ્‍યું છે. કોંગ્રેસના ઉમેદવારને હોસ્‍પિટલાઈઝ કર્યાની જાણ થતા જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તેઓના ખબર અંતર પૂછ્‍યા હતા.ઉલ્લેખનીય છે કે ભાવનગર ગ્રામ્‍ય ની બેઠક પર કોંગ્રેસના રેવતસિંહ ગોહિલ સામે ભાજપના પરષોત્તમભાઈ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન હોસ્‍પિટલમાં દાખલ કરેલ કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલે એક વિડીયો જાહેર કરી લોકોને ચિંતા નહીં કરવા અને તેઓ વહેલી તકે લોકોની વચ્‍ચે આવશે તેમ જણાયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકારણના દિગગજ નેતા શંકરસિંહ વાઘેલા પણ હોસ્પિટલ ખાતે પોહચ્યા હતા અને રેવતસિંહના ખબર અંતર પૂછી હતી

Advertisement
error: Content is protected !!