Connect with us

Sihor

પ્રજાસત્તાક પર્વ અને વસંત પંચમી – આજે શંખનાદની વર્ષગાંઠ – વાંચકોનો હ્રદયપુર્વક આભાર..

Published

on

Republic Day and Vasant Panchami - Anniversary of Shankhanad today - Heartfelt thanks to readers..

શંખનાદ આજે તેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યું તેનો હરખ છે, વર્ષ 2010માં એક નાનકડી શરૂઆત કરવામાં આવી હતી, તાલુકા કક્ષાએ શરૂ કરાયેલી સમાચાર સંસ્થા સોશ્યલ મીડિયાના માધ્યમથી વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવશે તેવી કલ્પના પણ ન હતી અનેક મુસીબતો સામે ઝઝૂમી લોકોની સમસ્યાઓ ને વાચા આપવામાં સફળ બનશે એવુ આજથી તેર વર્ષ પહેલાં કદાચ કલ્પના પણ કરી નહિ હોય પરંતુ વસંતપંચમી એટલે વણ જોયું મૂરત ને આજના આ શુભ દિવસે સિહોરની પાવન ભૂમિ ઉપર શંખનાદ પ્રસારણ સેવાનો સૂર્યોદય થયો હતો. આ શંખનાદ પ્રસારણ સેવાના કિરણો આજે સમગ્ર વિશ્વ ઉપર સત્યનો ઉજાસ પાથરી રહ્યા છે. એક કલાક ની ન્યુઝ ચેનલથી શરૂ થયેલ આ પ્રસારણ સેવા આજે ઈન્ટરનેટની દુનિયા ઉપર ફેલાઈ ગઈ છે. સિહોર પૂરતી નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં આજે શંખનાદ ના વાચકો બની રહ્યા છે.

આ દરેક સફળતાનો શ્રેય સૌ પ્રથમ સતત વર્ષોથી જોડાયેલા વાચકો અને શંખનાદ ટીમનો કે જે લોકોની સમસ્યાઓનો અવાજ બનીને તંત્રના કાને પહોંચાડવામાં હરહંમેશ સફળ બની છે. તેર નહિ પણ સતત ને સતત આ શંખનાદનો સૂરજના કિરણો સમગ્ર વિશ્વમાં વાચકો સુધી પ્રસરતા રહે. શંખનાદ પ્રસારણ સેવા એજ કારણથી લોકપ્રિય ચેનલ અને સોશ્યલ મીડીયામાં છવાયેલી છે લાખ્ખો વાંચકોના કારણે શંખનાદની નોંધ લેવી અનિવાર્ય બની છે. કોઈ પણ અખબાર, ન્યુઝ એજન્સી અથવા પોર્ટલનો પ્રાણ સમાચાર અને તેની વિશ્વસનિયતા હોય છે, શંખનાદ હંમેશા સમાચારોની દુનિયામાં અગ્રેસર રહ્યું છે સમાચારનો અર્થ માત્ર કોઈની ટીકા કરવી અથવા સનસનાટી ફેલાવી દેવાનો નથી, તેની તકેદારી રાખવાનો અમે પ્રયાસ કર્યો છે. દુનિયામાં જેમ ખરાબ થાય છે તેમાં કયાંક સારૂ પણ થાય છે.

Republic Day and Vasant Panchami - Anniversary of Shankhanad today - Heartfelt thanks to readers..

શંખનાદએ હમેશાં આગ્રહ રાખ્યો કે જ્યાં કઈ પણ સારૂ થાય છે તેની વાત અચુક વાંચકો સુધી લઈ જવી, સતત નેગેટીવ સમાચારો વચ્ચે એક હકારાત્મક ઘટના આપણને બધાને જીવાડવામાં મદદ કરે છે. અમે પ્રયત્ન કર્યો કે વિશ્વમાં બધી જ ખરાબ ઘટનાઓ થતી નથી, સારા માણસો પણ છે અને સારૂ પણ બને છે. એક મોટા સમાચાર ચુકી જવાય તો વાંધો નહીં, પણ એક સારી ઘટના નોંધ વગર આપણે અને વાંચકો ચુકી જઈએ તે પાલવશે નહીં. કેટલાંક વાંચકોની ફરિયાદ પણ રહી છે, કે તમે ભાજપ વિરોધી છો, ઘણી વાર કોંગ્રેસ વિરોધી પણ તો હું મારા તે વાંચકોને નમ્રતાપુર્વક સમજાવવાનો પ્રયત્ન કરીશ કે શંખનાદનો કોઈ રાજકીય અંગત મત નથી, પત્રકારત્વને સમજી શકતી વ્યકિતઓને ખબર જ છે પત્રકારનું કામ વ્યવસ્થા તંત્રની ખામીઓ શોધી તંત્ર સામે મુકવાની હોય છે. શંખનાદ પોતાની ટીકા કરનારની પણ કદર કરે છે,

તેના બે કારણો છે. પ્રથમ કારણ અમારાથી પણ ચુક થવાની સંભાવના છે, અને બીજુ કારણ અમારા કરતા તમારો મત અલગ પણ હોઈ શકે છે અને જેને માઠુ લાગે તેને કાયદાની મર્યાદામાં પોતાની વાત કહેવાનો પણ અધિકાર છે. પોર્ટલ કે સોશ્યલ મીડિયામાં વાંચકો લાંબુ વાંચતા નથી તેવી એક માન્યતા હતી, પણ અમારો અનુભવ રહ્યો કે લખાણ સારૂ હોય તો તેની લંબાઈ સાથે વાંચકોને કોઈ નીસબત નથી, વાંચકો લાંબુ પણ વાંચે અને અમારે રાત્રે પેપર મુકવામાં થોડુ વિલંબ થાય તો વાંચકો તરત કેમ મોડુ થયું તેમ કહી અમને યાદ અપાવે છે આ બધી બાબતો અને યાદોએ અમારી 12 વર્ષની સફરને યાદગાર અને રોમાંચક બનાવી છે. વાંચકોનો આભાર માનીએ છીએ, આવનાર સમયમાં થયેલી ચુકો સુધારી વધુ સારૂ થઈ શકે તેવો અમે પ્રયાસ કરીશું, જેના માટે તમારો હમણાં સુધી મળેલો સહકાર અમને મળતો રહે તે જરૂરી છે. તમને શંખનાદ પોતાનું લાગે તેની અમે તકેદારી રાખીશું. જય હિન્દ

આપનો સદૈવ આભારી
મિલન કુવાડિયા

Advertisement
error: Content is protected !!