Connect with us

Sihor

સિહોર સાથે જિલ્લામાં યુવક-યુવતીઓ દ્વારા નોરતાંની ઉજવણી માટે તૈયારીઓ શરૂ

Published

on

preparations-for-navratri-celebration-started-by-young-men-and-women-in-the-district-along-with-sihor

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસ બાકી, યુવક-યુવતીઓ ગરબાની રમઝટ બોલાવવા માટે નીત-નવા સ્ટેપ્સ શીખવા તત્પર

નવરાત્રિ પર્વને આડે પખવાડિયા ઉપરાંતનો સમય બાકી રહ્યો છે ત્યારે વિવિધ યુવક મંડળો દ્વારા નવલા નોરતાંની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે મેઘરાજાએ પણ વિરામ ફરમાવતા ગરબા આયોજકો સહિત ખૈલાયઓનો ઉત્સાહ બેવડાયો છે. જેને લઈ યુવક-યુવતીઓ દ્વારા સ્ટેપ્સ શીખવા માટે ચાલતા ક્લાસીસોમાં નીત-નવા સ્ટેપ્સ શીખવાનું પણ શરૂ કરી દીધું છે. બીજી તરફ યુવતીઓ દ્વારા બજારમાં ચણીયાચોળી સહિત સાજ-શણગારની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી પણ શરૂ કરી છે.માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રીને આડે પખવાડિયા ઉપરાંતનો સમય બાકી રહ્યો છે.

preparations-for-navratri-celebration-started-by-young-men-and-women-in-the-district-along-with-sihor

ત્યારે સિહોર શહેર સહિત જિલ્લાભરમાં ધીમા ડગલે નવરાત્રિ પર્વની ઉજવણીની તૈયારીઓ ગરબા આયોજકો દ્વારા શરૂ કરવામાં આવી છે. પર્વ નજીક આવતા જ યુવાધન વિવિધ પ્રકારનાં ગરબાનાં ડ્રેસની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે તો યુવતીઓ પણ સાજ-શણગારની ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે. ચાલુ વર્ષે ચણીયાચોળીના ભાવોમાં ૨૫ ટકા જેટલો ભાવવધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે કાપડના ભાવમાં ૩૫ ટકા તેમજ લેબર વર્કમાં ૨૦ ટકા જેટલો ભાવવધારો નોંધાતા ચણીયાચોળીના ભાવો ઉંચા ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. નવરાત્રિ નજીક આવતા જ પર્વને અનુરૂપ ચીજવસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ દ્વારા વિવિધ વેરાઈટીનો સ્ટોક કરી દેવાયો છે. હાલ બજારમાં વેપારીઓએ ટ્રેડીશ્નલ ડ્રેસ, ચણીયાચોળી સહિત સાજ-શણગારની વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું છે. પર્વ નજીક આવતા જ ખેલૈયાઓએ ચણીયાચોળી તેમજ કુર્તા, ધોતીયા અને કેડીયાની ખરીદી શરૂ કરી છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!