Connect with us

Politics

મહારાષ્ટ્રમાં રાજ્કીય દંગલ : શરદ પવાર જોતા રહ્યા અને ભત્રીજા અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બની ગયા

Published

on

political-dangal-in-maharashtra-sharad-pawar-watches-and-nephew-ajit-pawar-becomes-deputy-chief-minister

કુવાડિયા

એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ શપથ સમારોહમાં હાજર રહ્યા ; છગન ભૂજબળે પણ મંત્રીપદના શપથ લીધા – શિવસેનાના સંજય રાઉતે કહ્યું, જનતા આ બર્દાશત કરશે નહીં : શરદ પવારે કહ્યું, અમને જનતાનું સમર્થન છે

મહારાષ્ટ્રના રાજકારણમાં આજે રવિવારે જબરદસ્ત પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો હતો અને એનસીપીમાં ભંગાણ થયું હતું. એનસીપીના સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજીત પવારે શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે તો અન્ય ૮ મંત્રીઓએ પણ શપથ લીધા છે. ૨૦૧૯માં અજીત પવારે અડધી રાત્રે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા પણ સવાર થતાં જ તેમનું હૃદય પરિવર્તન થયું હતું અને કાકા શરદ પવાર સાથે આવી ગયા હતા. જો કે, ચાર વર્ષ બાદ આખરે અજીત પવારને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે. અજીત પવાર સાથે છગન ભૂજબળ સહિતના ૮ મંત્રીએ પણ શપથ લીધા છે. મહારાષ્ટ્ર મહા વિકાસ અઘાડી ગઠબંધનને આ મોટો ઝાટકો લાગ્યો છે.

political-dangal-in-maharashtra-sharad-pawar-watches-and-nephew-ajit-pawar-becomes-deputy-chief-minister

એનસીપીના વિપક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અજીત પવારે રાજભવનમાં જ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. અજીત પવાર બાદ જે ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા તેમાં છગન ભૂજબળ, દિલ્લીસ વલસે પાટિલ, ધનંજ્ય મૂંડે, હસન મુશરીફ, અદિતિ તટકરે, સંજય બનસોડે, અનિલ પાટિલ અને ધર્મરાવ અતરામનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં આજે આવેલા રાજ્કીય ભૂકંપમાં એનસીપીના બે ફાડિયા થઈ ચૂક્યા છે ત્યારે શપથ સમારોહ સમારંભમાં એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા. એનસીપીના દિગ્ગજ નેતાઓ શિંદે સરકારમાં શામિલ થઈ ગયા જેના કારણે શરદ પવારની મુશ્કેલીઓ વધી શકે છે. મહારાષ્ટ્રના પોલિટિકલ ડ્રામા વચ્ચે શિવસેનાના સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું હતું, જનતા આ બર્દાશ્ત કરશે નહીં, મારી શરદ પવાર સાથે વાત થઈ છે. બીજી તરફ શદર પવારે પણ કહ્યું હતું કે, પાર્ટી અમારી સાથે છે અને જનતાના અમને આશીર્વાદ છે. કોઈ ધારાસભ્યોના જવાથી પાર્ટી જતી રહેતી નથી. આગામી દિવસોમાં એનસીપીના સિમ્બોલને લઇ પણ મોટી કાનૂની લડાઇ થઇ શકે છે. લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે અને શરદ પવારને ઉંઘતા રાખીને ભાજપે મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

Advertisement
error: Content is protected !!