Sihor
સિહોરના વોર્ડ 9 રામદેવનગર વિસ્તારના લોકો 18મી સદીમાં જીવે છે – ચૂંટણી બહિષ્કારનું એલાન
હરીશ પવાર
સિહોરના વોર્ડ 9 રામદેવનગર વિસ્તારના લોકો 18મી સદીમાં જીવે છે – ચૂંટણી બહિષ્કારનું એલાન
વિકાસના નામે મત માંગતા લોકોને શરમ આવે તેવી સ્થિતિ, વોર્ડ નં9 રામદેવનગરના સ્થાનિકો રોડ ઉપર આવ્યા, રોડ,ગટર,પીવાના પાણીની સમસ્યા આજે પણ જ્યાંની ત્યાં
ઓન ધ સ્પોટ રાત્રીના 9/30 કલાકે
રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓ વચનોની લ્હાણી કરતા ફરે છે. તેમાં ખાસ કરીને ભાજપ કે જે છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં સત્તારૂઢ છે તે વિકાસના વખાણ કરતા ધરાતો નથી. પરંતુ આ વિકાસની વચ્ચે રોજ એક ઘટના મતદાન અને ચૂંટણી બહિષ્કારની સામે આવી રહી છે
અને જેનું કારણ માત્ર ઠેર ઠેર પ્રાથમિક સુવિધાના અભાવોના કારણે. સિહોર રામદેવનગર વિસ્તારના લોકો 18મી સદીમાં જીવી રહ્યા છે અહીંના લોકો રોડ,ગટર,પીવાના પાણીની પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જયારે હવે ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ચૂંટણી બહિષ્કારનું એલાન આપ્યું છે અનેક વખત કરેલી રજુઆતો અને તેના નક્કર ઉકેલ અંગે નેતાઓએ કે તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ નક્કર કામગીરી ના કરતા અહીંના લોકોએ આગામી વિધાનસભા ચુંટણી પૂર્વે મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે