Connect with us

Sihor

સિહોર સચ્ચિદાનંદ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ માટે આરોગ્ય કેમ્પ નું આયોજન

Published

on

Organization of health camp for students at Sihore Satchidanand Gurukul

બુધેલીયા

સિહોર સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય વળાવડ ખાતે સતત બે દિવસ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું.

કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ નું અમરગઢ ના ડોક્ટરની ટીમ દ્વારા શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ,આશ્રમશાળા ,તથા સેન્ટ મેરી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ચેકઅપ કરી માર્ગદર્શન આપેલ હતું આ સમયે ડો મોનિકા, ડો સ્નેહલ, ડો અનિકેત, ડો જેનિશ, ડો પૂજા, ડો ડોલી, ડો રાજ વગેરે તબીબોએ ખૂબ સુંદર રીતે તપાસ કરી સેવા આપી હતી તેમજ આરોગ્યલક્ષી માહિતી દર્શાવનાર ફિલ્મ પણ બતાવી વિદ્યાર્થીઓને સમજ આપી હતી.

Organization of health camp for students at Sihore Satchidanand Gurukul

દરેક વિદ્યાર્થીઓને આરોગ્ય સારવાર માટે તેમને પૂરતું માર્ગદર્શન આપવામાં આવેલ હતું સમગ્ર આરોગ્ય કેમ્પનું આયોજન શાળાના આચાર્ય શ્રી ફાધર વિનોદ ની દેખરેખ નીચે કરવામાં આવેલ

Advertisement
error: Content is protected !!