Astrology
ભોજન કરતી વખતે દિશાનું રાખો ખાસ ધ્યાન! નહિતર ઘરમાં ઘૂસી જશે ગરીબી અને રોગ
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક દિશાઓમાં ભોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યાં જ એક દિશે એવી પણ છે જે બાજુ ભોજન કરવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ઉત્તર દિશા
વાસ્તુ અનુસાર ઉત્તર દિશાની તરફ મોઢુ કરીને ભોજન કરવાથી ધન અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારા કરિયરમાં સફળતા મળે છે. આ દિશામાં બેસીને ભોજન કરવું ખૂબ જ ફાયદા કારક હોય છે. યુવાઓ અને વિદ્યાર્થીઓએ આ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ.
પૂર્વ દિશા
આ દિશામાં બેસીને ભોજન કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે. તમે એનર્જેટિક રહો છે. ભોજન સારી રીતે પચે છે. તેનાથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે છે. આ દિશામાં ભોજન કરવાથી વૃદ્ધો અને બીમાર લોકો માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ દિશામાં ભોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોય છે.
દક્ષિણ દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ દક્ષિણ દિશાની તરફ મોઢુ કરીને ભોજન ન કરવું જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરમાં દરિદ્રતા અને કંગાલી આવે છે. આ દિશાને યમની દિશા માનવામાં આવે છે. જો તમારા માતા-પિતા જીવિત છો તો તમારે આ દિશામાં ભોજન ન કરવું.
પશ્ચિમ દિશા
પશ્ચિમ દિશામાં મોઢુ રાખીને ખાવાથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થાય છે. ઉંમરમાં વૃદ્ધિ થાય છે. વ્યવસાયથી સંબંધિત લોકોને મોટાભાગે આ દિશામાં મોઢુ કરીને ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે. આ દિશામાં મોઢુ કરીને ભોજન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે છે.