Connect with us

Talaja

તળાજાના એક ગામમાં દીકરીની વહારે આવતી પાલીતાણાની ૧૮૧ અભયમ ટિમ

Published

on

181-abhayam-tim-support-a-daughter-in-a-village-in-palitana

શુ સમાજમાં આજે પણ દિકરી સાપનો ભારો જ છે.?

તળાજા તાલુકાના એક ગામે સાસરેથી રિસામણે આવેલ દિકરીને પિતાને ઘરે રહેવા માટે કરવો પડે છે સંઘર્ષ – પાલીતાણા ૧૮૧ અભયમ ટિમ પહોંચી દિકરીની મદદે

બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્ર વચ્ચે આજના દિવસે પણ ગામડાઓમાં અને શહેરોમાં દિકરીઓ એ પરિવારના લોકો માટે સાપનો ભારો જ લાગે છે. આવી જ એક ઘટના તળાજા તાલુકાના એક ગામડે સામે આવી હતી. લગ્નના ૧૪ વર્ષમાં ૧૦ વર્ષથી પોતાના પિયરમાં રિસામણે પોતાના ૮ વર્ષના દિકરા સાથે રહેતી પીડિત દિકરીને પોતાના જ પિતા અને ભાઈ મેણા ટોણા મારીને વારંવાર પરેશાન કરતા હોય જેને લઈને દિકરી એ મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતા પાલીતાણા લોકેશનની કાઉસેલર ની ટિમ મદદ માટે પહોંચી ગઈ હતી.

અહીં દિકરી નું કાઉસેલિંગ દરમિયાન જાણવા મળેલ કે દસ વર્ષથી કેસ ચાલી રહ્યો છે અને ભરણપોષણ પેટે ૨ હજાર રૂપિયા આપવામાં આવેલ છે. પરંતુ બે હજારમાં ૮ વર્ષના દિકરા ને પોતાનું ભરણપોષણ થતું નથી. બીજી તરફ પોતાના ભાભીના સીમંત પ્રસંગે પિતાને પોતાની બચતના ૪૦ હજાર જરૂર પડતા આપેલ પરંતુ એ વાતને ત્રણ મહિના થઈ ગયા છતાં પિતા પાસે એ રકમ છોકરા ની ફી ભરવા માટે માંગતા તેને મળ્યા ન હતા તે ઉપરાંત ઘરે રહેતા હોવાથી વારંવાર સંભળાવા માં આવે છે

અને ઘરની વસ્તુ વાપરવામાં પણ સાંભળવામાં આવે છે. ત્યારે પીડિત દિકરી ને કેસ ચાલતો હોય વધુ ભરણ પોષણ માટે વકીલ સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા વધુ કાયદાકીય મદદ તેમજ સંસ્થાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથે જ કાઉન્સેલર દ્વારા પિતા અને ભાઈને સલાહ આપીને સુખદ સમાધાન કરી ને દિકરી એ તુલસીનો ક્યારો છે એ સમજાવ્યું હતું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!