Sihor
ઓવરલોડ ખનીજ વહનવાળા ડમ્પરો સિહોર તાલુકાના માર્ગો પર બેફામ – જીવના જોખમ જેવી સ્થિતિનું નિર્માણ

પવાર
ખેડૂત અને સામાજિક આગેવાન ઘનશ્યામ મોરીએ ચિંતા વ્યક્ત કરીને તંત્ર સુધી રજુઆત કરી કે આ બેફામ દોડતા વાહનોને રોકો, ડમ્પરોમાં 50 ટન સુધી લોડિંગ ભરીને ગામડાઓમાં બેફામ રીતે દોડે છે, ભૂમાફિયાઓના પાપે ગામડાના રસ્તાઓથી લોકો ત્રાહિમામ
સિહોર પંથકમાં ભુમાફીયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરી ઓવર લોડ ખનીજ વહન કરીને ગામડાઓના રસ્તે ખુલ્લૈ આમ પસાર થતાં માર્ગો પર ખાંડા પડી જતાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં. ખાંડા પડવાને કારણે ત્યાંથી પસાર થતાં રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
સત્વરે નગરના રસ્તાઓ યોગ્ય કરવા અને ઓવરલોડ ખનીજ- રેતી વહનના ડમ્પરો પકડવાની કામગીરી તેજ કરવા ઘનશ્યામ મોરીએ માંગ કરી છે, ઘનશ્યામ મોરીનું કહેવું છે કે રાજપરા ખોડીયાર મંદિર, જાળીયા, ખાંભા, સુધી ખનીજ માફીયાઓ બેફામ બન્યાં છે તેના પર લગામ કસવી ખૂબ જરૂરી છે, રોડ પર નીકળતાં રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે રાજપરા થી રોડ પર નીકળવું એટલે જીવને મુઠ્ઠીમાં નીકળવા બરાબર છે, ખાણના, ભડીયાના મહાકાય ટોરસ, ડમ્પર, વાહનો ઓવરલોડ ભરી ભરીને જાણે ડમ્પરમાં પર્વત ભરીને જતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે
નિયમોની એસી કી તેસી કરીને 15 ટનની કેપિસિટીમાં 25 થી 30 અને 50 – 50 ટન ભરીને કપચી, રેતી, પરાજુ લઈને બેફામ વાહનો લઈ નીકળે છે, ત્યારે ખનીજ માફિયાઓને રોકવા ખૂબ જરૂરી છે. બીજું કે ગામડાઓના રોડ રસ્તાઓ પણ પાયમાલ કરી છે, આ તંત્રની ઘોર બેદરકારી છે કે પછી ખનીજ માફીયાથી ડરે છે તે સવાલ ઘનશ્યામ મોરીએ ઉપસ્થિત કર્યો છે