Sihor
સિહોર મરજીહોલ ખાતે ૩૧ ડિસેમ્બરે ઉજવાયો ઓશો ફેસ્ટીવલ

પવાર
250 થી વધુ ઓશો પ્રેમીએ ફેસ્ટિવલમાં ભાગ લીધો, સંગીત સંધ્યાનું પણ આયોજન
સામાન્ય રીતે ભારતમાં ૩૧ ડીસેમ્બર ની ઉજવણી વિવિધ રીતે થતી હોઈ છે જયારે ઓશો સન્યાસી માં નીરાવા (એડવોકેટ વહીદાબેન પઢીયાર સિહોર) કે જે ઓ ૨૦ વર્ષ ઉપરાંત થી ઓશો ઇન્ટરનેશનલ આશ્રમ પુના સાથે જોડાયેલ હોઈ અને અનેક મેડીટેશન થેરાપી પ્રયોગો ની તાલીમ લીધેલ હોઈ અને તેઓ ને ઓશો ઇન્ટરનેશનલ પુના તરફ થી ધ્યાન સાધના તેમજ મેડીટેશન થેરાપીસ્ટ તરીકે નિમણુક કરેલ હોઈ અને આજના મનુષ્ય ને તનાવ,ડીપ્રેશન અને ઈમોશનલ ડીસઓર્ડર થી બહાર કાઢવું જરૂરી હોઈ
૩૧ ડીસેમ્બર ૨૦૨૨ ના રોજ ધ્યાન સાધના અને મેડીટેશન થેરાપી કરી ઉજવણી કરવાના નવતર પ્રયોગ નું આયોજન સિહોર મરજીહોલ માં કરેલ જેમાં સમગ્ર ગુજરાત માંથી ૧૫૦ થી વધુ ઓશો પ્રેમી પધારેલ અને સવાર થી સાંજ અલગ અલગ ધ્યાનવિધિ તેમજ થેરાપી નો લાભ લઇ ટેન્શન મુક્ત થયેલ.
આ ઓશો ફેસ્ટીવલ માં રાત્રી ના સંગીત સંધ્યા નું આયોજન પણ રાખેલ જેમાં સિહોર કે સિતાર ના ગાયક દ્વારા સંગીત સાધના નો લાભ સિહોર ના ૨૫૦ થી વધુ નાગરિકો એ લીધેલ. આ રીતે ઓશો ફેસ્ટીવલ ની સિહોર મરજીહોલ ખાતે ૩૧ ડીસેમ્બર ની ઉજવણી ભવ્યરીતે થયેલ. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, મિલનભાઈ કુવાડિયા, દેવુભાઇ ધોળકિયા, જયેશભાઈ ધોળકિયા, કિરણભાઈ ઘેલડા, જયદીપસિંહ ગોહિલ, બકુલભાઈ પંડ્યા, જીતુભાઈ કરમટીયા, કિશનભાઇ મહેતા, દિવ્યાબેન મહેતા, નૌશાદ કુરેશી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ઓશો ઇન્ટરનેશનલ પુના તરફ થી સ્વામી ઝેન તથા માં નીરાવા એ કરેલ