Sihor
સિહોર પોલીસ મથકે પીઆઇ ભરવાડની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન

પવાર
રામનવમી શોભાયાત્રા, રમઝાન માસ, મહાવીર જયંતિ, સહિતના તહેવારોને અનુલક્ષી સિહોર પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઈ
સિહોર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવતીકાલે 30 માર્ચના રોજ ભવ્ય રામનવમી શોભાયાત્રા નિકળનાર છે. તેમજ રમઝાન મહિનો ચાલતો હોવાથી કાયદો વ્યવસ્થા બગડે નહીં અને શાંતિપૂર્ણ તહેવારોની ઉજવણી યોજવામાં આવે તે અનુલક્ષીને સિહોર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટેશનના પીઆઇ ભરવાડના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આવતીકાલે 30મી માર્ચના રોજ ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મુસ્લિમ સમાજનો રમઝાન મહિનો ચાલે છે અને આવતા મહિને મહાવીર જયંતી પણ આવનાર છે. જે અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં બંને કોમના લોકો શાંતિમય વાતાવરણની અંદર પોત પોતાનો તહેવાર ઉજવે તે હેતુથી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા અનેક સૂચનો કરવામાં આવ્યા હતા. અહીં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.