Connect with us

Bhavnagar

ભાવનગર ફુલસરની શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ શિબિર નું આયોજન

Published

on

Organization of Environment Camp at Shree Gautam Buddha Primary School, Bhavnagar Fulsar

દેવરાજ

  • આચાર્ય કમલેશભાઈ તેમજ સ્ટાફ ભણતર સાથે ગણતર પૂરું પાડવા અનેક કાર્યક્રમો યોજી બાળકોને નવીનતન શીખવે છે

 

સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારું શિક્ષણ તો મળે પરંતુ તેની સાથે જીવનના ઘડતરમાં કામ આવે તેવા વિવિધ આયોજન ભાવનગર ફુલસર ની શ્રી ગૌતમ બુદ્ધ શાળામાં કરવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસર ખાતે તારીખ 19 જાન્યુઆરી 2023 ના રોજ ઇકોલોજી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર તરફથી એક પર્યાવરણીય શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર તરફથી પધારેલા સાહેબ શ્રી એ બાળકોને પર્યાવરણ વિશે સ્લાઈડ શો તેમ જ ઓડિયો વીડિયો ના માધ્યમ દ્વારા સમજણ આપેલ તેમજ પ્રશ્નોત્તરી કરેલી આ પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ આપનાર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ ઉપરાંત શાળાને પર્યાવરણને લગતા નવ પુસ્તકો તેમજ શીલ્ડ અર્પણ કરવામાં આવ્યો આ ઉપરાંત ભાગ લેનાર તમામ બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો શ્રી ભરતભાઈ ગોહિલ ધારાબેન ચાવડા ધર્મેશભાઈ મકવાણા તેમજ પાંચાભાઇ મકવાણા સાહેબે અને શાળાના આચાર્યશ્રી કમલેશભાઈ ભટ્ટ એ ખૂબ જહેમત ઉઠાવેલ

error: Content is protected !!