Connect with us

National

નવા સંસદ ભવન પર અશોક સ્તંભના સિંહોની ડિઝાઈનમાં કોઈ ફરક નથી, અરજી ફગાવી

Published

on

no-difference-in-design-of-the-newly-installed-emblem-at-the-top-of-new-parliamnet-building

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી નવી સંસદની ઇમારતની ટોચ પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની સિંહોની ડિઝાઇનમાં તફાવત હોવાનો આક્ષેપ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ પ્રતીક દેશના રાષ્ટ્રીય પ્રતીક (અયોગ્ય ઉપયોગ પર પ્રતિબંધ) અધિનિયમ, 2005 ની જોગવાઈઓથી વિરુદ્ધ નથી કે તે આ કાયદાનું ઉલ્લંઘન કરતું નથી. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ટોચ પર સ્થાપિત ભારતનું રાજ્ય પ્રતીક સિંહોની ડિઝાઇનમાં અલગ અલગ છે. આમાં સારનાથ મ્યુઝિયમમાં સચવાયેલા રાષ્ટ્રીય ચિન્હની સરખામણીમાં સિંહો બદલાયા હોવાનું જણાય છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!