Connect with us

Sihor

સિહોર ખાતે ફેમસ ડાન્સ ગ્રુપ આયોજિત નવરાત્રી વન ડે ગરબામાં ખેલૈયાઓ ખીલી ઉઠ્યા

Published

on

navratri-one-day-garba-organized-by-famous-dance-group-at-sihore

હે કાના હું તને ચાહું – માડી તારા આવવાના એંધાણ થયા…

માનો ગરબો રે રમે રાજને દરબાર, ફેમસ ડાન્સ ગ્રુપ દ્વારા નવરાત્રી વનડે ગરબાનુ આયોજન : ઇનામોની વણજાર થઈ, ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં રાત્રે “દી” ઉગ્યો હોઈ તેવો જબરદસ્ત માહોલ

navratri-one-day-garba-organized-by-famous-dance-group-at-sihore

હે શ્યામ હું તને ચાહું હું.. તને ચાહું.. તારા વિના શ્યામ..એકલડું લાગે…નવરાત્રિ એટલે માં શક્તિની ભક્તિનું પર્વ. બીજી રીતે નવરાત્રિ એટલે ગુજરાત અને ગરબો. નવરાત્રિના નવલા દિવસો ગરવા ગુજરાતની ગરવી અસ્મિતા સમા છે. મનના થનગનાટ અને સૂરોના સાજમાં સામેલ થઈ ગુંજી ઉઠવાનું પર્વ એટલે નવરાત્રિ. નોરતાનો સોમવારથી પ્રારંભ થતા એકબાજુ માં શક્તિની ભક્તિમાં માઈભક્તો લીન થશે. ઘરોઘર ગરબાનું સ્થાપન થશે. સાંજ પડતા આરતી, ગરબાના ગાનની ગુંજથી ભક્તિમય વાતાવરણ છવાઈ જશે અને રાત પડતા જ જાણે દિવસ ઉગશે. ચોક, શેરીઓ, મેદાનો રાસ-ગરબાની ગુંજથી ગાજી ઉઠશે.

માઈ મંદિરો અનેરા શણગારથી દિપી ઉઠયા છે. માઈભક્તો ઉપવાસ, એકટાણા, અનુષ્ઠાન થકી માતાજીની ભક્તિમાં લીન થશે જોકે સિહોર તો ગઈકાલે જ નવરાત્રિના રંગે રંગાઈ ગયું છે સિહોરના ફેમસ ડાન્સ ગ્રુપ દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન ગઈકાલે શુક્રવારે ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં થયું હતું બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી અહીં ઉપસ્થિત મિલન કુવાડિયા, ભરતભાઇ મલુકા, ઇલાબેન જાની, પન્નાબેન મહેતાના હસ્તે ઇનામોની વણઝાર થઈ હતી જગત જનની માં આદ્યશકિતની આરાધનાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

navratri-one-day-garba-organized-by-famous-dance-group-at-sihore

તેમાં પણ સિહોરની જનતા એટલે ઉત્‍સવ પ્રેમી જનતા છે જે નવરાત્રીના અગાઉના દિવસોથી તૈયારીઓનો ધમધમાટ આદરી દે છે. ત્‍યારે ફેમસ ડાન્સ ગ્રુપ આયોજિત વનડે નવરાત્રી કાર્યક્રમમાં સૌ કોઈ ઝુમ્યા હતા, વીરપુર જાવુ કે સત્તાધાર જવું. આસોની અંજવાણી, માડી તારા મંદિરીયામાં, હે કાના હું તને ચાહુ,  જલા નજર નાખતા જાજો, સાયબો રે ગોવાળિયો, હુૅ તો કાગળિયા લખી લખી થાકી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનથી તારી માં કેશે, સોનાનો ગરબો શિરે, તરણેતરનો મેળે ગઇ તી, રમતો ભમતો સહીતના ગીતો પર ખેલૈયાઓએ બેશુમાર આનંદ લૂંટયો હતો અને ઉપસ્થિત સૌ કોઈ ઝુમ્યા હતા

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!