Sihor
જુનીયર ક્લાર્કની પરીક્ષામાં સિહોર અને તળાજામાં ડમી કોલ લેટર સાથે બેસનાર 7 વ્યક્તિનાં નામ હસમુખ પટેલને અપાયા

કુવાડિયા
યુવરાજસિંહનો દાવો : ભાવનગર યુનિ.નાં પેપરલીક કાંડ મામલી પણ પોલીસને સાંયોગિક અને ફોરેન્સિક પૂરાવા આપ્યા, યુવરાજસિંહને ભાવનગર પોલીસનું તેંડુ
ભાવનગર યુનિ.દ્વારા લેવાતી બી.કોમ સેમ – 6 ના અંતિમ વર્ષના ફાયનાંસિયલ એકાઉન્ટના પેપર 7 ની પરીક્ષાના પેપરને વાયરલ કરવાના મામલે કરવામાં આવેલા પર્દાફાશ ને લઈ યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસ નું તેડું આવતા તેઓ ભાવનગર આવ્યા હતા. એ ઉપરાંત તેઓએ આગામી સમયમાં લેવાનાર જૂ.ક્લાર્ક ની પરીક્ષામાં ડમી કોલ લેટર સાથે જે વ્યક્તિઓ બેસવાના હતા તળાજા અને સિહોર પંથકના આ બંને મામલે તંત્ર ને સાંયોગિક અને ફોરેન્સિક પુરાવાઓ આપ્યો નો દાવો તેઓએ ટેલીફોનીક વાતમાં કર્યો છે. રાજ્યમાં પેપેરલીક થવાનો સિલસિલો ભાવનગર યુનિ.દ્વારા લેવાતી પરીક્ષાને લઈ યથાવત રહ્યો છે. અંગત લાભ માટે થઈને સોશિયલ મીડિયાના માધ્યમથી પેપર લીક કરવાનો ગાંધીનગર બેઠા જ યુવરાજસિંહએ પર્દાફાશ કાર્ય બાદ તેઓને ભાવનગર નિલમબાગ પોલીસ નું તેડું આવતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભાવનગર આવ્યા હતા.પોતાની પાસે મોબાઈલ ના માધ્યમથી જે માહિતી આવી હતી.સ્ક્રીન શોટ હતા તે અને કંઈ રીતે તેઓને જાણ થઈ તે સમગ્ર ઘટનક્રમ સાયોગીક અને ફોરેન્સિક પુરાવાઓ સાથે પોલીસને નિવેદન આપેલ હતું.
એ ઉપરાંત તેઓએ બે દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ સરકારી નોકરી માટેની પરીક્ષા અને આગામી સમયમાં જૂ.ક્લાર્કની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં તળાજા અને સિહોર તાલુકાના કેટલાક ઈસમો એ બુદ્ધિપૂર્વક ખોટા દસ્તાવેજો, પ્રમાણ પત્રો બનાવી જે નોકરીઓ મેળવી છે તથા પરીક્ષામાં ડમી કોલ લેટર સાથે બેસવાના છે તેનો ઘટ: સ્ફોટ કર્યા બાદ તેઓ હસમુખ પટેલને મળ્યા હતા. તેણે એ બાબતે ખાસ જે સાતેક વ્યકિત જે આગામી સમયમાં લેવાનાર જુ.ક્લાર્ક ની પરીક્ષામાં ડમી કોલ લેટર તેઓને હાથ લાગ્યા તે સાંયોગિક પૂરાવાના ભાગ રૂપે આપ્યા હોવાનો દાવો કર્યો હતો.
કોણ કોણ સંડોવાયેલું છે તેની અંગત માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
સિહોર અને તળાજા પંથકના ચોક્કસ ગામડાઓના વ્યક્તિઓના કારણે ડમી પરીક્ષાર્થી બેસાડવા,ખોટી માર્કશીટ બનાવવી,સરકારી રેકર્ડ સાથે ચેડાં કરવા,સરકારી કચેરીના નામે જરૂરી પ્રમાણ પત્રો બનાવટી ઊભા કરવા માટે વર્ષોથી કુખ્યાત છે! બે દિવસ પહેલા ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ ભરી થોડા સમયમાં થયેલ સરકારી ભરતી અને સરકારી નોકરી માટે લેવાનાર પરીક્ષા ને લઈ સિહોર અને તળાજા પંથકના ઈસમો દ્વારા જ ખુબજ બુદ્ધિપૂર્વક ખોટું કરવામાં આવ્યાનું જાહેર કર્યા બાદ ગ્રામ્ય પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ છે.