Sihor
માવઠાનો માર ; સિહોરના બોરડી ગામે માવઠા ને લઈને મકાનને ભારે નુકસાન – ભારે પવનથી પતરાઓ ઉડ્યા
છેલ્લા ત્રણ ચાર દિવસથી અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે ખેડૂતો પણ નિરાશ થઈને બેઠા છે. ત્યારે ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો.
જેમાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદનું જાપટું સારું એવું આવી ગયું હતું. જેના કારણે સિહોર તાલુકાના બોરડી ગામે મકાનમાં ભારે નુકસાન થયું હતું
અને કર્મ સંજોગે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ભારે પવનને લઈને મકાનના પત્રરા અને ઘરવખરી પડીને ભારે નુકસાન થયું હતું જેમાં શિહોર તાલુકાના બોરડી ગામે રહેતા રાજુભાઈ મથુરભાઈ ડાભી રમેશભાઈ હરજીભાઈ તેમજ ભાણાભાઈ મકાભાઈ અભાભાઈ દિલીપભાઈ જેસાભાઈ આ તમામ લોકો રહે બોરડી ગામે તમામ લોકોના મકાન ઉપરના પતરા અને ઘરવખરી તેમજ વરસાદ અને પવનના કારણે ભારે નુકસાન થયું હતું
. તમામ લોકોના ઘરમાં ઘરવખરીની સામગ્રી તેમજ પતરા પણ નીચે પડી જતા ઘરમાં ટીવી પંખો તેમજ ઘરવખરીની સામગ્રીમાં ભારે નુકસાન થયું હતું
ત્યારે શિહોર તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા કરણભાઈ મોરી જેઓએ સરકારને લેખિતમાં વિનંતી સાથે કાગળ પણ લખ્યો હતો કે નાના માણસો અને મધ્યમ વર્ગના લોકો હોય જેથી તેઓને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી