Sihor

માવઠાનો માર ; સિહોરના બોરડી ગામે માવઠા ને લઈને મકાનને ભારે નુકસાન – ભારે પવનથી પતરાઓ ઉડ્યા

Published

on

છેલ્લા ત્રણ ચાર દિવસથી અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે ખેડૂતો પણ નિરાશ થઈને બેઠા છે. ત્યારે ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો.

Mavtha's beating ; In Bordi village of Sihore, heavy damage to house by Mawtha - leaves blown by strong wind

જેમાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદનું જાપટું સારું એવું આવી ગયું હતું. જેના કારણે સિહોર તાલુકાના બોરડી ગામે મકાનમાં ભારે નુકસાન થયું હતું

Mavtha's beating ; In Bordi village of Sihore, heavy damage to house by Mawtha - leaves blown by strong wind

અને કર્મ સંજોગે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ભારે પવનને લઈને મકાનના પત્રરા અને ઘરવખરી પડીને ભારે નુકસાન થયું હતું જેમાં શિહોર તાલુકાના બોરડી ગામે રહેતા રાજુભાઈ મથુરભાઈ ડાભી રમેશભાઈ હરજીભાઈ તેમજ ભાણાભાઈ મકાભાઈ અભાભાઈ દિલીપભાઈ જેસાભાઈ આ તમામ લોકો રહે બોરડી ગામે તમામ લોકોના મકાન ઉપરના પતરા અને ઘરવખરી તેમજ વરસાદ અને પવનના કારણે ભારે નુકસાન થયું હતું

Mavtha's beating ; In Bordi village of Sihore, heavy damage to house by Mawtha - leaves blown by strong wind

. તમામ લોકોના ઘરમાં ઘરવખરીની સામગ્રી તેમજ પતરા પણ નીચે પડી જતા ઘરમાં ટીવી પંખો તેમજ ઘરવખરીની સામગ્રીમાં ભારે નુકસાન થયું હતું

Mavtha's beating ; In Bordi village of Sihore, heavy damage to house by Mawtha - leaves blown by strong wind

ત્યારે શિહોર તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા કરણભાઈ મોરી જેઓએ સરકારને લેખિતમાં વિનંતી સાથે કાગળ પણ લખ્યો હતો કે નાના માણસો અને મધ્યમ વર્ગના લોકો હોય જેથી તેઓને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી

Advertisement

Exit mobile version