Sihor
સિહોરના અમરગઢ જીથરી ગામે જામેલી જુગારની બાજીના એલસીબીએ ભંગ પાડ્યો
લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ પૈકી રફીક અને વિક્રમ બન્ને અમરેલીના ધારી ગામના રહેવાસી : અન્ય ત્રીજો અશ્વિન અમરગઢનો રહેવાસી : ત્રણેય સામે કાનૂની કાર્યવાહી : 97500ની રોકડ મળી
સિહોર તાલુકાના સોનગઢ તાબેના પોલીસ મથકની હદમાં આવતું અમરગઢ ગામ કે જ્યાં એલસીબી ત્રાડકી છે અને જામેલી જુગારની બાજીમાં ભંગ પાડી ત્રણને દબોચી લીધા છે રફીક, વિક્રમ, અને અશ્વિન સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરીને 97500 ની રોકડ કબ્જે લઈ લોકઅપ હવાલે કરી દીધા છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એલસીબી સ્ટાફના જયદાનભાઈ, હરેશભાઇ ઉલવા, બીજલભાઈ કરમટીયા, શક્તિસિંહ, હરિચંદ્રસિંહ
સહિત ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે સિહોરના સોનગઢ નજીક આવેલ અમરગઢ જીથરી શીતળા માતા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં અમુક શખસો જુગારની બાજી માંડી બેઠા છે જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા અમરગઢ ગામેથી ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા (૧) અશ્વિન ચૌહાણ રહે અમરાગઢ, (૨) વિક્રમ પરમાર રહે ધારી અમરેલી, (૩) રફીક ફૂલથેથા રહે ધારી અમરેલી સહિતના મળી આવતા પોલીસે ત્રણેય શખ્સોને રંગે હાથ ઝડપી પાડી શખસોના કબજામાંથી રોકડ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ 97500 નો મુદ્દામાલ કબજે લઇ એલસીબી પોલીસે ત્રણેય સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.